હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી 29થી વધુના મોત, 40 લોકો લાપતા, 7020.28 કરોડનું નુકસાન


  • Published By :
  • Published Date : 2023-08-14 16:51:18

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે સ્થિતી વણસી છે. રાજ્યમાં વિવિધ સ્થળોએ વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે 29 થી વધુ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે લગભગ 40 લોકો લાપતા હોવાની આશંકા છે. છેલ્લા 3 દિવસોથી થઈ રહેલા ભારે વરસાદથી મંડી જિલ્લામાં 13 લોકોના મોત થયા છે, ત્યાર બાદ સોલન જિલ્લામાં પણ 7 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી છે. પ્રદેશમાં હોનારતથી પરિસ્થિતી ચિંતાજનક બની છે.


રૂ. 7020.28 કરોડથી વધુનું નુકસાન


હિમાચલ પ્રદેશમાં સતત મુશળધાર વરસાદે તબાહી મચાવી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર રાજ્યમાં 751 રસ્તાઓ બંધ છે. આ ઉપરાંત 4697 પાવર ટ્રાન્સફોર્મર અને 902 પાણી પુરવઠા યોજનાઓ બંધ કરવામાં આવી છે. મંડી જિલ્લામાં સૌથી વધુ 345, શિમલામાં 115 અને હમીરપુરમાં 124 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. મંડી જિલ્લામાં 2672 અને શિમલામાં 348 પાવર ટ્રાન્સફોર્મર પણ બંધ પડ્યા છે. અત્યાર સુધીમાં 1376 મકાનો ધરાશાયી થયા છે. 7935 મકાનોને નુકસાન થયું છે. 270 દુકાનો અને 2727 ગૌશાળાઓને પણ નુકસાન થયું છે. ચોમાસામાં અત્યાર સુધીમાં 7020.28 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. રાજ્યમાં ભૂસ્ખલનની 90 ઘટનાઓ અને અચાનક પૂરની 90 ઘટનાઓ સામે આવી છે. 


આગામી 24 કલાક ભારે


શિમલામાં વૃક્ષો પડવા અને ભૂસ્ખલનને કારણે વ્યાપક નુકસાન થયું છે. સમગ્ર શહેરમાં જનજીવન થંભી ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક સુધી ભારે વરસાદ થશે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર આવ્યું છે. ચંદીગઢ-શિમલા ફોપલેન ચક્કી મોડ વાહનો માટે બંધ કરાયો છે.



સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..