હિમાચલ પ્રદેશ:ભાજપે 62 ઉમેદવારોની યાદી જાહેર કરી, સીએમ ઠાકુર સિરાજથી લડશે, જુઓ લિસ્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 09:31:41

તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારોની પસંદગી માટે દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની અધ્યક્ષતામાં બીજેપી સંસદીય બોર્ડની મેરેથોન બેઠક મંગળવારે મોડી રાત સુધી ચાલી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. મોદી-શાહે એક-એક સીટ પર મસલત કરી હતી.


એન્ટી ઈન્કમ્બન્સીના કારણે ત્રણ મંત્રીઓ અને અનેક ધારાસભ્યોની ટિકિટ પર તલવાર લટકી ગઈ છે, જ્યારે બે મંત્રીઓની વિધાનસભાની બેઠકો બદલવાની પણ ચર્ચા થઈ છે. કેન્દ્રીય ચૂંટણી સમિતિએ મોડી રાત સુધી તમામ ટિકિટો અંગે નિર્ણય લઈ લીધો હતો. ભાજપે બુધવારે સવારે 62 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે.


આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, સર્બાનંદ સોનોવાલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુરેશ કશ્યપ, મુખ્યમંત્રી જયરામ ઠાકુર, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સૌદાન સિંહ, ભાજપના પ્રભારી અવિનાશ રાય ખન્ના, સહ પ્રભારી સંજય ટંડન. , કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર સહિત અનેક પ્રાદેશિક નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં રાજ્ય ચૂંટણી સમિતિની બે તબક્કામાં યોજાયેલી બેઠકોની ચર્ચા કરવામાં આવી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?