દેશભરમાં નવી પેન્શન સ્કિમને લઈ વિવાદ વધી રહ્યો છે. સરકારી કર્મચારીઓ જુની પેન્શન સ્કિમની માગ સાથે ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. જો કે આ વિવાદ વચ્ચે હિમાચલ સરકારે મહત્વનો નિર્ણય લેતા જુની પેન્શન સ્કિમને ફરીથી યથાવત રાખી છે. સરકાર દ્વારા આ મામલે હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકાર દ્વારા સોમવાર સાંજે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
1.36 લાખ કર્મચારીઓને થશે લાભ
હિમાચલ પ્રદેશની સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સુચના મુજબ જુની પેન્શન સ્કિમ 1 એપ્રીલ 2023થી અમલી બનાવવામાં આવી છે. આ સાથે જ તે હવે નવી પેન્શન સ્કિમનો હિસ્સો રહી નથી, હિમાચલ પ્રદેશની સરકારે જુની પેન્શન સ્કિમ સાથેનો છેડો ફાડી નાખ્યો છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના 1.36 કર્મચારીઓને ફાયદો થશે.
હવે હિમાચલ સરકાર NPSને ફાળો નહીં આપે
નવી પેન્શન સ્કિમ પ્રમાણે સરકાર અને કર્મચારી બંને તરફથી કોન્ટ્રીબ્યુશન કરવામાં આવે છે. જો કે હિમાચલ પ્રદેશના મુખ્ય સચિવ દ્વારા જાહેર કરાયેલી નોટિફિકેશન પ્રમાણે હવે NPS હેઠળ આવતા રાજ્ય સરકારના કર્મચારીઓનું કોન્ટ્રીબ્યુશન 1 એપ્રિલથી રોકી દેવામાં આવ્યું છે. સરકાર પોતાના કર્મચારીઓને જુની પેન્શન સ્કિમ પ્રમાણે કોન્ટ્રીબ્યુશન આપશે. રાજ્યના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુની સરકારે લીધેલા આ મોટા નિર્ણયથી રાજ્યના લાખો કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે. અત્રે ઉલ્લેખનિય છે કે વિધાનસભા ચૂંટણી વખતે કોંગ્રેસે કર્મચારીઓને જુની પેન્શનનો ફરીથી અમલ કરવાનું વચન આપ્યું હતું. ચૂંટાયેલી સરકારે આ રીતે ચૂંટણી વચનને પાળી બતાવ્યું છે.
हिमाचल के साथियो को बहुत बहुत बधाई।
एनपीएस से मुक्त OPS से युक्त।
देश के अन्य साथी सीखे और सभी शिक्षक कर्मचारी बन जाये पूरे देश मे पुरानी पेंशन बहाल हो जायेगी ।#0ps #vijaykumarbandhu #NMOPS pic.twitter.com/9YwAylrkPw
— Vijay Kumar Bandhu (@vijaykbandhu) April 18, 2023
OPS અને NPS વચ્ચે તફાવત શું છે?
हिमाचल के साथियो को बहुत बहुत बधाई।
एनपीएस से मुक्त OPS से युक्त।
देश के अन्य साथी सीखे और सभी शिक्षक कर्मचारी बन जाये पूरे देश मे पुरानी पेंशन बहाल हो जायेगी ।#0ps #vijaykumarbandhu #NMOPS pic.twitter.com/9YwAylrkPw
OPS હેઠળ કર્મચારીઓને નિવૃત્તિ સમયે પગારની અડધી રકમ પેન્શન તરીકે આપવામાં આવે છે. કારણ કે જૂની સ્કીમમાં સરકારી કર્મચારીના છેલ્લા બેઝિક પગાર અને મોંઘવારી દરના આંકડા અનુસાર પેન્શન નક્કી કરવામાં આવે છે. અન્ય તફાવતો વિશે વાત કરીએ તો, જૂની પેન્શન યોજનામાં કર્મચારીના પગારમાંથી કોઈ કપાત કરવામાં આવતી નહોતી. જ્યારે NPS અથવા નવી પેન્શન યોજનામાં કર્મચારીઓના પગારમાંથી 10% કાપવામાં આવે છે. નવી પેન્શન યોજનામાં જીપીએફની સુવિધા ઉપલબ્ધ નથી, જ્યારે જૂની પેન્શન યોજનામાં આ સુવિધા કર્મચારીઓને મળે છે. જો નવી પેન્શન સ્કીમની વાત કરીએ તો જો આમાં રિટર્ન વધુ સારું હોય તો પ્રોવિડન્ટ ફંડ અને પેન્શનની જૂની સ્કીમની સરખામણીમાં કર્મચારીઓને રિટાયરમેન્ટ સમયે સારા પૈસા મળી શકે છે. કારણ કે આ શેર બજાર આધારિત સ્કીમ છે. વળી, જો ઓછું વળતર મળે તો તેવી સ્થિતીમાં ફંડ ઓછું હોઈ શકે છે.