આજે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી. આજે ઈલેક્શન કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરી ચૂંટણીની તારીખો જાહેર કરી.ચૂંટણીની તારીખ 12 નવેમ્બર જાહેર કરવામાં આવી અને મતગણતરી 08 ડિસેમ્બર, 2022ના રોજ હાથ ધરાશે હિમાચલ પ્રદેશમાં એક તબ્બકામાં યોજાશે ચૂંટણી .મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો 20 ઓક્ટોબર પછી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
પ્રેસ કોન્ફરએન્સમાં શું કહ્યું ?
રાજીવ કુમારે કહ્યું કે મતદાર યાદીની પ્રસિદ્ધિ થઈ ગઈ છે. નવા મતદારો ઉમેરાયા છે. ભૂલો સુધારવામાં આવી છે. શહેરોમાં મતદાન વધારવા માટે માટે જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેમણે 2019ની લોકસભા ચૂંટણીનું ઉદાહરણ પણ ટાંક્યું જ્યાં મેટ્રો શહેરોમાં મતદાન ઓછું હતું.
ઘરે બેઠા મતદાનની સુવિધા આપશે: EC
ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે 80 વર્ષથી વધુ ઉંમરના, દિવ્યાંગ અથવા કોવિડ સંક્રમિત લોકો જે મતદાન કરવા માંગે છે પરંતુ મતદાન બુથ પર પણ ન આવી શકે, પંચ આવા મતદારોના ઘરે જઈને મતદાન કરવાની સુવિધા આપશે.
2017માં બંને રાજ્યોમાં અલગ-અલગ તારીખે થયું હતું મતદાન
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી વિશે વાત કરીએ તો ગુજરાતની સાથે હિમાચલ પ્રદેશમાં પણ ચૂંટણી યોજાઈ હતી, જોકે મતદાનની તારીખ અલગ-અલગ હતી. જ્યારે મતગણતરી બંને રાજ્યોમાં એક જ દિવસે કરવામાં આવી હતી. હિમાચલ પ્રદેશમાં 68 સીટોવાળી વિધાનસભા માટે 9 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થયું હતું. જ્યારે આ બંને રાજ્યોના ચૂંટણી પરિણામો 18 ડિસેમ્બરના રોજ આવ્યા હતા.