સ્વિત્ઝર્લેન્ડમાં જાહેરમાં બુરખો પહેરવા પર 900 પાઉન્ડનો દંડ, સરકારે આપી સંસદને દરખાસ્ત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 12:59:57

ભારત અને ઈરાનમાં બુરખા મુદ્દે  વિવાદ અને વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. હવે સ્વિત્ઝરર્લેન્ડમાં બુરખા પ્રતિબંધ કાયદા હેઠળ મહિલાઓએ ચહેરો ઢાંકવા પર 900 પાઉન્ડ (82 હજાર રૂપિયા)ના દંડની દરખાસ્ત રાખવામાં આવી છે. સ્વિઝર્લેન્ડ સરકારે મુસદ્દો સંસદને મોકલી આપ્યો છે. જો કે ધાર્મિક સ્થળો, રાજકીય મેળાવડા અને વિમાનોમાં ચેહરો ઢાંકવા પર કોઈ દંડ લાગશે નહીં. આ પ્રસ્તાવ તે સમુહે જ રજુ કર્યો છે જેણે 2009માં ઈસ્લામી મીનારો પર પ્રતિબંધનો પ્રસ્તાવ રાખ્યો હતો.


બુરખો કટ્ટરપંથ અને રાજકીય ઈસ્લામનું પ્રતિક


આ કાયદાનો હેતું હિંસક પ્રદર્શનકારોને માસ્ક પહેરતા રોકવાનો છે. સ્થાનિક રાજનેતાઓ, મીડિયા, અને ચળવણકારોએ તેને બુરખા બેન કહ્યો છે. કેબિનેટે એક નિવેદનમાં કહ્યું કે ચહેરો ઢાંકવા પર પ્રતિબંધનો હેતું જાહેર સ્થળોએ સુરક્ષા અને કાનુન વ્યવસ્થા જાળવી રાખવાનો છે. પ્રતિબંધના સમર્થકોએ ચહેરો ઢાંકવો તે કટ્ટરપંથ અને રાજકીય ઈસ્લામનું પ્રતિક છે.   


યુરોપના અન્ય દેશોમાં પણ છે પ્રતિબંધ


અત્રે ઉલ્લેખનિય છે કે યુરોપના અન્ય દેશોમાં પણ બુરખા પર પ્રતિબંધ છે. ફ્રાન્સમાં પહેલી વખત ચહેરો ઢાંકવા પર 11 એપ્રિલ 2011માં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ ડેનમાર્ક, ઓસ્ટ્રિયા, નેધરર્લેન્ડ અને બુલ્ગારિયામાં પણ જાહેર સ્થળો પર બુરખો પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?