ઈરાનમાં હિજાબ વિરોધ થયો ઉગ્ર , પ્રદર્શનકરીયો પર સરકારે બળપ્રયોગ કર્યો !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 16:47:19

 

ઈરાનમાં હિજબ વિરોધ તીવ્ર !!!!

 

ઈરાનમાં છેલ્લા કેટલાક દિવસથી હિજાબ વિરોધી પ્રદર્શન થઈ રહ્યા છે. બળવાની શક્યતા વધુ તીવ્ર બની છે. આવી સ્થિતિમાં ઈરાની આર્મી રિવોલ્યુશનરી ગાર્ડ્સના ટોચના કમાન્ડરોએ તેમના પરિવારોને કેન્ટોન્મેન્ટ વિસ્તારોમાંથી સલામત રીતે ઘરોમાં મોકલી દીધા છે. તેહરાનની એક ઓઈલ કંપનીના ગેસ્ટ હાઉસમાં આ પરિવારોને ચોવીસ કલાક સુરક્ષા આપવામાં આવી રહી છે.

 

પ્રદર્શનકરીયો પર સરકારે  બળપ્રયોગ કર્યો

રાષ્ટ્રપતિ રહિસીની સરકાર ઘણાં શહેરોમાં હિજાબવિરોધી પ્રદર્શનકારીઓ પર બળનો પ્રયોગ કરી રહી છે. મૃત્યુઆંક 80 અને ઘાયલોની સંખ્યા વધીને 500થી વધુ થઈ ગઈ છે. બે હજારથી વધુની ધરપકડ કરવામાં આવી છે. ઈરાની મોરલ પોલીસની કસ્ટડીમાં મૃત્યુ પામેલી મહસા અમીનીના સમર્થનમાં ઘણા દેશોમાં દેખાવો પણ થઈ રહ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.