Hariyanaમાં ચાલતી બુલડોઝર કાર્યવાહીને રોકવા HighCourtનો આદેશ, જાણો હજી સુધી કેટલી સંપત્તિ પર ફેરવાયું છે બુલડોઝર?


  • Published By :
  • Published Date : 2023-08-07 15:12:39

દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં ફાટી નિકળેલી હિંસા ગમે ત્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. મણિપુરમાં અનેક મહિનાઓથી સળગી રહ્યું છે. હિંસાએ અનેક લોકોનો ભોગ લીધો હતો. એક તરફ મણિપુરમાં ભડકેલી હિંસા શાંત નથી થઈ ત્યારે તો હરિયાણામાં હિંસા ભડકી ઉઠી છે. ત્યારે હરિયાણામાં હિંસાને શાંત કરવા માટે ઉત્તરપ્રદેશમાં અપનાવાતું મોડલ એટલે કે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ હવે હાઈકોર્ટ દ્વારા સરકારની બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. હાઈકોર્ટનો આદેશ મળતાની  સાથે જ અધિકારીઓ દ્વારા આ કાર્યવાહીને રોકી દેવામાં આવી છે.


હાઈકોર્ટે બુલડોઝર કાર્યવાહી પર લગાવી રોક

થોડા દિવસો પહેલા હરિયાણામાં ફાટી નીકળેલી હિંસા હજી સુધી શાંત નથી થઈ. વાતાવરણને શાંત કરવા માટે અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા, સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવી, ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી પરંતુ ત્યાં વાતાવરણ હજી અશાંત જ છે. આ બધા વચ્ચે હરિયાણાની સરકાર દ્વારા બુલડોઝર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. એટલે કે નૂંહમાં છેલ્લા ત્રણ ચાર દિવસોથી ડિમોલીશનની કામગીરી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 37 જગ્યાઓએ કાર્યવાહી કરવામાં આવી છે અને 57.5 એકર જેટલી જમીનને ખાલી કરાવવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન 162 કાયમી અને 591 હંગામી બાંધકામો હતા જે તોડી પાડવામાં આવ્યા છે. બુલડોઝરની કાર્યવાહી ન માત્ર નૂંહમાં પરંતુ પુન્હાના, ફિરોઝપુર, ઝિરકા સહિતના શહેરોમાં પણ કરવામાં આવી હતી. 


પરિસ્થિતિને કારણે લગાવવામાં આવેલા પ્રતિબંધને હળવા કરાયા

હરિયાણામાં કરવામાં આવી રહેલી હિંસા બાદ હાઈકોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર હરિયાણા અને પંજાબ હાઈકોર્ટે સ્વયં આ કેસમાં હસ્તક્ષેપ કર્યો છે અને આ કાર્યવાહીને રોકવા માટે આદેશ આપ્યો છે. હરિયાણાના નૂંહમાં રાખવામાં આવેલા પ્રતિબંધોને હળવા કરી દેવાયા છે. સોમવારે વહીવટીતંત્ર સરકારી ઓફિસો, બેંક-એટીએમને ખોલવાની થોડા કલાકો માટે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત કર્ફ્યુમાં છૂટછાટ પણ આપવામાં આવી છે. મહત્વનું છે કે અનેક જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. ઉપરાંત અનેક જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. હરિયાણામાં ફાટી નિકળેલી હિંસાને કારણે અનેક રાજ્યોમાં માહોલ તંગ થઈ ગયું હતું. અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.