કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સરકારની રહી દુઆરે રાશન યોજનાને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ વિરુદ્ધની યોજના કહી. આ યોજના અંતર્ગત લાભાર્થીઓના ઘરે રાશન સામગ્રી આપવામાં આવવાની હતી.
160 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો હતો પ્લાન
પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારે આ યોજના લોન્ચ કરતા સમયે જણાવ્યું હતું કે આ યોજના પાછળ સરકાર 160 રૂપિયા ખર્ચશે. લોકોના ઘરે-ઘરે રાશન પહોંચાડવા મમતા બેનરજી સરકાર વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યું હતું. જેના માટે 21 હજાર રાશન ડિલરને 1-1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાનો મમતા સરકારનો પ્લાન હતો. મમતા બેનરજી સરકારનો પ્લાન હતો કે આ યોજના હેઠળ સરકાર 10 કરોડ લોકોને ઘરે રાશન પહોંચાડી શકે. સરકારનો દાવો હતો કે આ યોજનાથી પશ્ચિમ બંગાળમાં નવી 42 હજાર નોકરીનું સર્જન થશે