ઓખાના દરિયામાંથી 40 કિલો હેરોઈન ઝડપાયું, ICG અને ATSનું સંયુક્ત ઓપરેશન


  • Published By :
  • Published Date : 2022-12-26 19:57:13

નશાકારક દ્રવ્યોની તસ્કરી માટે ગુજરાતના દરિયાકાઠાંનો ઉપયોગ વધી રહ્યો છે અને રાજ્ય માટે ચિંતાનો વિષય પણ છે. ગુજરાત ATSએ ઓખાના દરિયામાંથી 40 કિલો હેરોઈન ઝડપ્યું છે. હેરોઈનના જથ્થા સાથે 10 પાકિસ્તાનીઓને પણ  ગુજરાત ATSએ ઝડપી પાડ્યાં છે.  હેરોઈન સાથે હથિયારો પણ મળી આવ્યા છે. ગુજરાત ATSએ મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથધરી છે.


ICG અને ATSનું સંયુક્ત ઓપરેશન


ઓખાના દરિયામાંથી 40 કિલો હેરાઈન ઝડપી લેવા માટે ભારતીય તટરક્ષક દળ(ICG) અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ICG અને ATSએ ગુપ્ત માહિતીના આધારે ભારતીય જળસીમામાં 10 ક્રૂ સાથે એક પાકિસ્તાની બોટને ઝડપી પાડ્યાં છે, જેમાં હથિયારો, દારૂગોળો અને ડ્રગ્સ વહન કરવામાં આવી રહ્યું હતુ.  40 કિલો હેરાઈનની આતરાષ્ટ્રિય માર્કેટમાં બજાર કિંમત 300 કરોડ રૂપિયા હોવાની માહિતી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.