હીરો મોટો કોર્પના એક્ઝિક્યુટિવ ચેરમેન પવન મુંજાલના દિલ્હી સ્થિત નિવાસસ્થાન પર ઈડીએ દરોડા પાડ્યા હતા. મની લોન્ડ્રીગ નિવારણ કાયદાની (PMLA) જોગવાઈઓ હેઠળ EDએ પવન મુંજાલના ગુરૂગ્રામ સ્થિત નિવાસસ્થાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. કથિત રીતે મુંજાલના એક નજીકના વ્યક્તિ પર ડીઆરઆઈની ફરિયાદ મળ્યા બાદ આ તપાસ કરવામાં આવી રહી છે. પવન મુંજાલના વિશ્વાસુ વ્યક્તિ પર અઘોષિત વિદેશી ચલણ રાખવાનો આરોપ છે.
કોણ છે પવન મુંજાલ?
પવનકાંત મુંજાલ એક ભારતીય ઉદ્યોગપતિ છે, અને મોટર સાયકલ અને સ્કૂટરની દુનિયામાં સૌથી મોટી કંપની હીરો મોટો કોર્પના સીઈઓ છે. મે 2022 સુધી તેમની પ્રોપર્ટી 3.4 બિલિયન ડોલર આંકવામાં આવી હતી. ઈન્કમ ટેક્સ વિભાગે ગત વર્ષે કરચોરીની તપાસ હેઠળ મુંજાલના નિવાસસ્થાન અને દેશની સૌથી મોટી ટુ વ્હિલર કંપની હીરો મોટો કોર્પની ઓફિસ પર દરોડા પાડ્યા હતા.
હીરો મોટો કોર્પનો શેર 3 ટકા તુટ્યો
પવન મુંજાલના ઘર પર EDના દરોડા બાદ હીરો મોટો કોર્પના શેરનો મોટો ઝટકો લાગ્યો છે, શેરની કિંમત 3 ટકા ઘટીને 3,106.20 રૂપિયા પર આવી ગયો છે. હીરો મોટો કોર્પ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વાહનો વેચવાના મામલે વર્ષ 2001માં દુનિયાની સૌથી મોટી ટુ વ્હીલર કંપની બની હતી, અને સતત 20 વર્ષથી તે ટોપ પર છે. કંપની એશિયા, આફ્રિકા અને દક્ષિણ અને મધ્ય અમેરિકાના 40 દેશોમાં હાજરી ધરાવે છે.