ટ્રાફિકથી બચવા મહાનાયક અમિતાભ બચ્ચને લીધી અજાણ વ્યક્તિની મદદ! સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર, તો વગર હેલ્મેટે દેખાતા ફેન્સે કરી કમેન્ટ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-15 15:29:29

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ કરતા રહે છે. ત્યારે અમિતાભ બચ્ચને એક પોસ્ટ કરી છે જેમાં તેઓ બાઈક પર બેસેલા જોવા મળી રહ્યા છે. ટ્રાફિકથી બચવા અને સેટ પર સમયસર પહોંચવા બાઈક પર તેમણે સવારી કરી હતી. જે ફોટો શેર કર્યો છે તેમાં તેઓ આરામથી બાઈકમાં પાછળ બેઠા છે. ફોટાની સાથે તેમણે કેપ્શન લખ્યું હતું કે રાઈડ માટે આભાર દોસ્ત, હું તને ઓળખતો નથી પરંતુ તે મને સેટ પર પહોંચવા મદદ કરી.

        

ઈન્સ્ટાગ્રામ પર બીગબીએ શેર કરી તસવીર!

ટ્રાફિકની સમસ્યાનો સામનો લોકો કરતા હોય છે. ટ્રાફિક જામમાં ફસાવાને કારણે ઘણી વખત સમયસર એ જગ્યા  પર પહોંચી નથી શકતા જ્યાં આપણે પહોંચવાનું હોય છે. ત્યારે સમય અને કામની નિષ્ઠાને લઈ મહાનાયક અમિતાભ બચ્ચન હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે સમય પર સેટ પર પહોંચવા માટે અમિતાભ બચ્ચને એવો જુગાડ કર્યો કે સોશિયલ મીડિયા પર તેમની ચર્ચા થઈ રહી છે. સમય પર પહોંચવા માટે બીગબીએ બાઈક પર સવારી કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર તેમણે ફોટો શેર કર્યો હતો. 



હેલ્મેટ ન પહેરવા બદલ લોકો કરી રહ્યા છે કમેન્ટ!

આ પોસ્ટ પર અનેક લોકો રિએક્શન આપી રહ્યા છે. તેમની નાતિને તેમના ફોટો પર રિએક્શન આપતા લાફિંગ ઈમોજી શેર કર્યો છે તેમજ રેડ હાર્ટ ઈમોજી શેર કર્યો છે. તો રોહિત રોયે લખ્યું કે 'आप धरती के सबसे कूल ड्यूड हो अमित जी.' તે સિવાય આ પોસ્ટને તેમના ફેન્સ લાઈક પણ કરી રહ્યા છે પરંતુ અનેક લોકો તેમની આલોચના પણ કરી રહ્યા છે. વગર હેલ્મેટે તે બાઈક પર સવારી કરી રહ્યા છે જેને લઈ તેમના ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે. હેલ્મેટ ન પહેરવા બદલ ફેન્સ દ્વારા અલગ અલગ કમેન્ટ કરવામાં આવી રહી છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?