Hemanta Biswas Sharmaએ વર્લ્ડ કપ ફાઈનલની 'પનોતી'ને ઈન્દિરા ગાંધી સાથે જોડી! સાંભળો આ મામલે શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-23 12:46:50

રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ પનૌતી શબ્દનો ઉપયોગ કર્યો હતો. વર્લ્ડ કપ મેચમાં ભારતીય ટીમની હાર બાદ આ શબ્દ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાનો કેન્દ્ર બન્યો. પનૌતી શબ્દ ટ્રેન્ડિંગમાં ચાલતો હતો. આ શબ્દને લઈ માત્ર સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ચાલી રહી હતી પરંતુ આ શબ્દની ચર્ચા મીડિયામાં ત્યારથી થઈ જ્યારે રાહુલ ગાંધીએ જનસભાને સંબોધતા આ શબ્દનો પ્રયોગ કર્યો. તે બાદ આ મામલે રાજનીતિ પણ ગરમાઈ. રવિશંકર પ્રસાદે તેમજ દિગ્વિજય સિંહે આ મામલે નિવેદન આપ્યું હતું ત્યારે હવે આ મુદ્દામાં આસામના મુખ્યમંત્રીએ પણ ઝંપલાવ્યું છે. 

મેચમાં મળેલી હારને લઈ રાહુલ ગાંધીએ આપ્યું હતું નિવેદન 

ફાઈનલ મેચ સમાપ્ત થયે અનેક દિવસો વીતિ ગયા પરંતુ પનોતી શબ્દને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. રમતના નિષ્ણાતો આ પગલા માટે ટીમ ઈન્ડિયાની નબળાઈઓ અને ઓસ્ટ્રેલિયાની શક્તિઓને જવાબદાર માની રહ્યા છે. પરંતુ રાજનીતિના જાણકાર આને અલગ જ એન્ગલમાં લઈ જવા માગતા હોય તેવું લાગે છે. પનોતી શબ્દ સોશિયલ મીડિયા પર તો ટ્રેન્ડમાં હતું પરંતુ આ શબ્દે રાજનીતિને ગરમાવી છે. જનસભામાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ કહ્યું કે 'પનૌતી ફાઇનલમાં હારી ગઈ'. તો હવે ભાજપે ટીમની હાર માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી.   

આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્માએ કહી આ વાત 

જે દિવસે મેચ હતી તે દિવસે ઈન્દિરા ગાંધીની જન્મજયંતી હતી. આ વાતને ભાજપના નેતા અને આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્માએ જોડી દીધી. મુખ્યમંત્રીનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે “ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ હતો, અમે દરેક મેચ જીતતા હતા, પરંતુ ફાઇનલમાં હારી ગયા હતા. પછી મેં આવીને જોયું કે કયો દિવસ હતો, કેમ હારી ગયા? મેં જોયું, વર્લ્ડકપની ફાઈનલનો એ દિવસ હતો જે દિવસે ઈન્દિરા ગાંધીનો પણ જન્મદિવસ હતો. તેથી જ્યારે ઈન્દિરા ગાંધીના જન્મદિવસે વર્લ્ડ કપની ફાઈનલ યોજાઈ હતી, ત્યારે દેશ હારી ગયો હતો." 


મુખ્યમંત્રીએ બીસીસીઆઈને આપી આ સલાહ!

વધુમાં તેમણે કહ્યું કે "હું બીસીસીઆઈને કહેવા માંગુ છું, જ્યારે તમે વર્લ્ડ કપની ફાઈનલ કરો છો, ત્યારે હિસાબ રાખજો. તે દિવસને ગાંધી પરિવાર સાથે જોડાયેલો ન હોવો જોઈએ.નહીં તો દેશ હારી જશે. તમે લોકો પણ જુઓ, જે દિવસે ફાઈનલ થઈ. તમે લોકો પણ ગૂગલ કરો અને જુઓ, તે દિવસે ઈન્દિરા ગાંધીનો જન્મદિવસ હતો. એ જ ઈન્દિરા ગાંધી જેણે દેશમાં ઈમરજન્સી લાવી હતી."


પ્રિયંકા ગાંધીએ પણ કર્યા શાબ્દિક પ્રહાર 

તો બીજી તરફ કોંગ્રેસે પણ વળતો જવાબ આપ્યો છે. જનસભા દરમિયાન પ્રિયંકા ગાંધીએ આને લઈ નિવેદન આપ્યું હતું. મહત્વનું છે કે આ શબ્દને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે.



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.