ઝારખંડના CM હેમંત સોરેન જમીન કૌંભાંડ મામલે છેલ્લા કેટલાક દિવસો સુધી ગાયબ રહ્યા બાદ આજે ફરી પ્રગટ થતા એજન્સીઓ એક્શનમાં આવી છે. ઈડીની પૂછપરછથી બચતા રહેતા હેમંત સોરેન અચાનક જ ઝારખંડના પાટનગર રાંચી સ્થિત આવાસમાં એન્ટ્રી કરતા સીસીટીવી ફુટજમાં જોવા મળ્યા છે. હેમંત સારેન રાંચીમાં પહોંચતા જ એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં તમામ ધારાસભ્યો અને સિનિયર નેતાઓ સાથે મુલાકાત કરી હતી, આ બેઠકમાં JMM, કોંગ્રેસ સહિતના ગઠબંધનના ધારાસભ્યો પણ સામેલ થયા છે. સૌથી મહત્વની વાત એ છે કે હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે.
ગવર્નરે મુખ્ય સચિવ અને ડીજીપીને બોલાવ્યા
હેમંત સોરેન પાટનગર રાંચીમાં પ્રવેશ્યા હોવાની જાણ થતાં જ ગવર્નર સીપી રાધાકૃષ્ણને કહ્યું કે અમે મુખ્યમંત્રીની પ્રતિક્રિયાની જોઈ રહ્યા છિએ. કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. રાજ્યપાલે મુખ્ય સચિવ અને ડીજીપીને બોલાવાની આ અંગે જાણકારી માગી છે. ડીજીપી અજય કુમાર સિંહ,ગૃહ સચિવ અને મુખ્ય સચિવ પણ રાજભવન પહોંચ્યા છે. આ દરમિયાન રાંચીના SDMએ મુખ્યમંત્રી નિવાસસ્થાન, રાજભવન અને ઈડી ઓફિસના 100 મીટરના અંતરમાં સીઆરપીસીની કલમ 144 લગાવી દેવામાં આવી છે. જે આજ રાત્રે 10 વાગ્યા સુધી લાગું રહેશે.
CM ગુમ થયાના પોસ્ટર લાગ્યા
મળતી જાણકારી મુજબ સોમવારે ઈડીએ હેમંત સોરેનના ઘર પર રેડ પાડી હતી. પરંતું હેમંત સોરેન ત્યાં હાજર નહોંતા. જોકે ઈડીએ તેમના ઘરમાં BMW કાર, અને લાખો રૂપિયાની કેસ જપ્ત કરી છે. મંગળવારે ભાજપે રાંચીમાં મુખ્યમંત્રી ગુમ થયા હોવાના પોસ્ટર લગાવી ઈનામની જાહેરાત કરી હતી.
#WATCH | Ranchi | On meeting with Jharkhand CM Hemant Soren, state minister Banna Gupta says, "All of us are united. CM is coming. It is the death anniversary of Bapu...The assassins of Bapu are alive even today and are murdering democracy. He (CM) is very confident. Read his… pic.twitter.com/Zs0SiGrHpi
— ANI (@ANI) January 30, 2024
ક્યારે હાજર થશે હેમંત સોરેન?
#WATCH | Ranchi | On meeting with Jharkhand CM Hemant Soren, state minister Banna Gupta says, "All of us are united. CM is coming. It is the death anniversary of Bapu...The assassins of Bapu are alive even today and are murdering democracy. He (CM) is very confident. Read his… pic.twitter.com/Zs0SiGrHpi
— ANI (@ANI) January 30, 2024ઝારખંડ સીએમ સચિવાલયે ઈડીને મેઈલ કરીને જણાવ્યું કે સીએમ સોરેન 31 જાન્યુઆરીના રોજ ઈડીની સામે હાજર થશે, જો કે મેલમાં એ નથી જણાવ્યું કે હાલ તેઓ ક્યા છે? તે ઉપરાંત સોરેનની ચિઠ્ઠી પણ ઈડીને મોકલવામાં આવી છે, જેમાં ઈડીની કાર્યવાહીને બદઈરાદાપૂર્ણ બતાવવામાં આવી છે.