વિપક્ષી સાંસદોના suspension મુદ્દે બોલ્યા Hema Malini, કહ્યું બહુ પ્રશ્ન પૂછે છે એટલે તેમને સંસદમાંથી... જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-20 09:44:55

સંસદમાં જ્યારે પણ સત્ર ચાલતું હોય ત્યારે અનેક વખત સાંસદો દ્વારા હંગામો કરવામાં આવતો હોય છે, જેને કારણે સંસદની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવે છે. ત્યારે સંસદમાં થયેલી સુરક્ષા ચૂક મુદ્દે વિપક્ષી સાંસદો આક્રામક દેખાયા છે. હંગામો થવાને કારણે લોકસભા તેમજ રાજ્યસભામાંથી અનેક વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નિલંબિત થયેલા સાંસદોનો આંકડો 141 પર પહોંચી ગયો છે. નિલંબિત થયેલા સાંસદોને લઈ બોલિવુડ એક્ટ્રેસ અને ભાજપના સાંસદ હેમા માલિનીએ પ્રતિક્રિયા આપી છે. હેમા માલિનીએ કહ્યું કે તેઓ પ્રશ્નો ઉઠાવતા રહે છે અને વિચિત્ર વર્તન પ્રદર્શિત કરે છે. તેથી, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો તેનો અર્થ એ છે કે તેઓએ કંઈક ખોટું કર્યું છે.   


ગૃહમાં આવી અમિત શાહ જવાબ આપે તેવી ઉઠી માગ  

141 સાંસદોને લોકસભા તેમજ રાજ્યસભામાંથી આખા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઈતિહાસમાં પહેલી વખત એક સાથે આટલા બધા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અનેક વખત સંસદની કાર્યવાહી દરમિયાન હંગામો થાય છે પરંતુ આટલા બધા વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ નથી કરવામાં આવ્યા. એક સમય હતો જ્યારે મણિપુરમાં થતી હિંસાને લઈ, અદાણી જેવા મુદ્દાઓને લઈ સંસદમાં હોબાળો થતો અને હવે સંસદમાં સુરક્ષા ચૂક મામલે વિપક્ષી સાંસદો હંગામો કરી રહ્યા છે. 141 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા વિપક્ષી સાંસદો સંસદ પરિસરમાં વિરોધ કરી રહ્યા છે. ગૃહમાં આવી અમિત શાહ સંસદમાં થયેલા હુમલાને લઈ જવાબ આપે તેવી માગ સાંસદો કરી રહ્યા છે. આ મુદ્દે પ્રધાનમંત્રી પણ મૌન છે. વિપક્ષી સાંસદો અમિત શાહ રાજીનામું આપે તેવી માગ કરી રહ્યા છે.


100થી વધારે સાંસદો સસ્પેન્ડ થવા પર હેમા માલિનીએ આપી પ્રતિક્રિયા   

એક તરફ વિપક્ષી સાંસદો કહી રહ્યા છે કે તેમને સવાલ નથી પૂછવા દેતા. સવાલ ન પૂછે તે માટે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ભાજપના સાંસદ અને બોલિવુડ એક્ટર હેમા માલિનીએ 100થી વધારે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેની પર પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે તેઓ પ્રશ્નો ઉઠાવતા રહે છે અને વિચિત્ર વર્તન પ્રદર્શિત કરે છે. તેથી, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો તેનો અર્થ એ છે કે તેઓએ કંઈક ખોટું કર્યું છે. સંસદના નિયમો અનુસાર કામ થવું જોઈએ. તેઓ આમ કરતા નથી અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એમાં કંઈ ખોટું નથી, આ સાચું છે."

કોંગ્રેસના નેતા રામ મોહન રેડ્ડીએ શેર કર્યો વીડિયો 

હેમા માલિનીના નિવેદન પર કોંગ્રેસના નેતાએ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના નેતાઓએ અભિનેતાની મજાક ઉડાવી અને કહ્યું કે ભાજપના સાંસદે આખરે સાંસદોને સસ્પેન્ડ કરવા પાછળનું સાચું કારણ જાહેર કર્યું. તેલંગાણા કોંગ્રેસના નેતા સામ રામ મોહન રેડ્ડીએ હેમા માલિનીનો વીડિયો શેર કરીને ટ્વીટ કર્યું, "છેવટે, ભાજપના સાંસદે કોંગ્રેસ અને વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાનું કારણ જાહેર કર્યું છે. મહત્વનું છે કે સંસદમાં જો વિપક્ષી સાંસદો પ્રશ્ન નહીં પૂછે તો કોણ પૂછશે? એક સાંસદ સંસદમાં લાખો લોકોનું પ્રતિનિધીત્વ કરતા હોય છે. એક સાથે અનેક સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા લાખો લોકોના પ્રતિનિધીઓને બહાર કાઠ્યા છે.     



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?