સરકારી નોકરી માટે તૈયારી કરતા ઉમેદવારોના મનમાં એક જ ભય સતાવે છે કે ક્યાંક પેપર તો નહીં ફુટી જાયને! વર્ષો પછી લેવામાં આવતી પરીક્ષા કેન્સલ તો નહીં કરવામાં આવે. હજારો સપના અને અનેક સંઘર્ષો સાથે નીકળેલો યુવાન જ્યારે રડતી આંખે પાછો જાય તો એના માટે એ જીવનનો સૌથી દુર્ભાગ્યપુર્ણ સમય સાબિત થાય છે. પણ છતાંય એ સરકાર પર ભલે આક્રોશીત હોય મનમાં વિચારે છે કે ચાલો ખોટા માણસો સિસ્ટમમાં જતા અટકી જશે. પરંતુ અનેક વખત સરકાર પર રાખવામાં આવતો ભરોસો તૂટી જતો હોય છે. ત્યારે 7મીમેના રોજ લેવામાં આવતી તલાટીની પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે વિદ્યાર્થીઓ સરકાર પાસે આશા રાખી રહ્યા છે.
ઉમેદવારોને છે આઈપીએસ હસમુખ પટેલ પર વિશ્વાસ!
છેલ્લા થોડા વર્ષોથી પરીક્ષાઓમાં થતી ગેરરીતિ સામે લાવવામાં સૌથી મહત્વનો ફાળો યુવરાજસિંહનો સાબિત થયો, પણ આ વખતે રાજ્યની ખુબ મોટી પરીક્ષા એટલે કે તલાટીની પરીક્ષાનું આયોજન 7મીમેએ કરવામાં આવ્યું છે, લાખો ઉમેદવારો પોતાના ઘરથી 100-200કિમી દુર સેન્ટર પર જવાના છે... એના થોડા સમય પહેલા જ ડમી કાંડ ખુલીને સામે આવ્યો છે, ઉમેદવારોનો એક નાનો વર્ગ યુવરાજસિંહના સમર્થનમાં એવી આશંકા વ્યક્ત કરી રહ્યો છે કે બાપુ જેલમાં છે તો પેપરમાં ગેરરીતિ હશે તો પણ સામે નહીં આવે.. જો કે મોટાભાગના લોકોનું માનવું છે કે ભલે અત્યારે યુવરાજસિંહ બહાર નથી તો પણ તલાટીમાં કોઈ ફ્રોડ કરવાની કોશીશ નહીં કરે કેમ કે આ પરીક્ષાનું આયોજન આઈપીએસ હસમુખ પટેલ કરી રહ્યા છે.
હેલ્પલાઈન નંબર કરાયો જાહેર!
આ જ કોશીશના ભાગરૂપે હસમુખ પટેલે ટ્વીટરના માધ્યમથી અનેક વખત ઉમેદવારો સુધી પરીક્ષાને લઈ દરેક માહિતી પહોંચાડી છે, જેમાં રહેવાની વ્યવસ્થાથી લઈ ટ્રાન્સપોર્ટમાં કોઈ સ્વાર્થી ના બને અને બમણું ભાડું ના વસુલે એની પણ કોશીશ છે, જો કે સૌથી મહત્વની વાત એ હેલ્પલાઈન નંબરની છે જે એમણે ડમી ઉમેદવારોને ઝડપવા માટે બહાર પાડ્યો છે. ત્યારે તેમણે ટ્વીટ કર્ય હતું
પ્રામાણીકતાનીથી પરીક્ષા આપે તે ઉમેદવારોની જવાબદારી!
અન્ય એક ટ્વીટમાં લખ્યું હતુ કે ડમી ઉમેદવાર અટકાવવા માટે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતી વખતે ઉમેદવારની હાઈ રિઝોલ્યુશન કેમેરાથી વિડીયોગ્રાફી તથા ફોટોગ્રાફી કરવામાં આવશે. આમ પ્રશાસનીક તૈયારીઓ થઈ ગઈ છે, એક વ્યક્તિ કેવી રીતે આખી સિસ્ટમ બદલી શકે એનું ઉદાહરણ પોલીસની ભરતીથી લઈ જુનિયર ક્લાર્કમાં આપણે જોઈ લીધું છે, હવે જવાબદારી એ 8લાખ 64હજાર ઉમેદવારોની છે જેમણે આ પરીક્ષા માટે સંમતીપત્રક ભરી દીધા છે, ગઈ પરીક્ષા કરતા આ આંકડો ડબલ છે અને પડકાર પણ એટલો જ મોટો, જો આ સાડા આઠ લાખ લોકો પ્રામાણીકતાની સૌગંદ લઈ લે તો તલાટીની પરીક્ષા સફળ થતા કોઈ રોકી નહીં શકે....