Gujaratમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી! હવામાન વિભાગે કોઈ વિસ્તાર માટે આપ્યું Orange Alert તો કોઈ માટે આપ્યું Yellow alert!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-13 18:16:43

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.. પરંતુ અનેક વખત એવું પણ બને છે કે જ્યાં માટે આગાહી કરવામાં આવી હોય ત્યાં વરસાદ ના વરસ્યો હોય.. કોઈ વખત એવું પણ બનતું હોય છે કે ક્યાંક વરસાદ હોય તો તેની આગળ જ આવેલી જગ્યા પર વરસાદ ના પણ હોય.. એવું કહીએ કે અનેક વિસ્તારોમાં વરસાદની ઘટ છે તો પણ આપણે ખોટા ના પડીએ.. આવનાર દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.



કાલે ક્યાં વરસી શકે છે વરસાદ? 

આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, ભાવનગર, મરેલી તેમજ ગીર સોમનાથ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.. તેમજ જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, કચ્છ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



આ વિસ્તારો માટે આપવામાં આવ્યું એલર્ટ

આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી તેમજ દમણ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે રાજકોટ. જૂનાગઢ, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, નર્મદા, તાપી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય 15 તારીખે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તે સિવાય અનેક વિસ્તારો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. 




મહેર કહેરમાં ફેરવાઈ!

16 તારીખે મોટા ભાગો માટે કાંતો ઓરેન્જ એલર્ટ કાં તો યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. તે સિવાય 17 તારીખ માટે પણ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે અનેક દ્રશ્યો સામે આવ્યા છે જેમાં વરસાદની મહેર નહીં પરંતુ કહેર જોવા મળી છે.. વરસાદ આફત બનીને ત્રાટક્યું છે. તમારે ત્યાં વરસાદી માહોલ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.. 




અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...

નવેમ્બર આવ્યો તો પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી.. બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું.. અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે...