ચારધામને આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. શિયાળાની શરૂઆત થતા જ દેશના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ હતી. કેદારનાથ ધામ પર હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. ગંગોત્રી ધામથી પણ હિમવર્ષા થવાના દ્રશ્યો સામે આવ્યા છે. જે અત્યંક મોહક છે. ગંગોત્રીમાં તાપમાનનો પારો માઈનસ 3 ડિગ્રીએ પહોંચી ગયો છે. ગંગોત્રી મંદિર પર બરફ છવાઈ ગયો છે.
#WATCH | Uttarakhand: Gangotri temple in Uttarkashi received fresh snowfall last night. pic.twitter.com/qnqhC9HfJs
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 12, 2023
ગંગોત્રી ધામ પર છવાયો બરફ
કડકડતી ઠંડીને કારણે ભારતના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે. હિમવર્ષાને કારણે બરફની ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વધતી ઠંડીને કારણે કેદારનાથ ધામ તો અનેક વખત બરફમાં ઢંકાઈ જાય છે. કેદારનાથની સાથે સાથે ગંગોત્રી ધામ મંદિરે બરફની ચાદર ઓઢી લીધું છે.