દિવાળીના સમયે વતન જવા માટે લોકોની પડાપડી રેલવે સ્ટેશન પર, બસ સ્ટેશનો પર જોવા મળી રહી છે. પરિવાર સાથે તહેવારની ઉજવણી થાય તેવી આશા દરેક માણસને હોય છે. જ્યારે તહેવાર પોતાના પરિવાર સાથે મનાવવામાં આવે છે ત્યારે તે ઉત્સવની ઉજવણી ડબલ થઈ જતી હોય છે. દિવાળીના સમયે વતન જવા માટે લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. સ્ટેશનોથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે ડરાવી દે તેવા છે. સુરત રેલવે સ્ટેશન પર હજારો લોકો ઉમટી પડતા ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. આ ધક્કામૂકીમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે.
સુરત રેલવે સ્ટેશન પર ધક્કામુક્કી થતા પાંચ લોકોને શ્વાસ લેવામાં તકલીફ, એકનું મોત #surat #suratrailwaystation #death #indianrailways #gujarat #viral #viralvideos #jamawat #jamawatupdate pic.twitter.com/CYlRNX7p2Y
— Jamawat (@Jamawat3) November 11, 2023
રેલવે સ્ટેશનમાં ધક્કામૂકી થવાને કારણે સર્જાઈ દુર્ઘટના
રોજી-રોટી માટે ગામડાઓમાંથી લોકો શહેરોમાં આવતા હોય છે. પરંતુ તહેવાર દરમિયાન પોતાના વતનમાં તેઓ ફરતા હોય છે. દિવાળીના સમય દરમિયાન સ્ટેશનો પર મુસાફરોનો ઘસારો જોવા મળતો હોય છે. એસટી સ્ટેશન પર, રેલવે સ્ટેશન પર મુસાફરો હજારોની સંખ્યામાં ઉમટતા હોય છે. ધક્કામૂકીના દ્રશ્યો સર્જાતા હોય છે જેને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાય છે. ત્યારે સુરતથી એક ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિનું મોત ધક્કામૂકીને કારણે થયું છે. સુરત રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે. સુરત રેલવે સ્ટેશનથી સમાચાર સામે આવ્યા છે જેમાં ચારથી પાંચ લોકો બેભાન થઈ ગયા છે જ્યારે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. બેભાન થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ધક્કામૂકીને કારણે એક વ્યક્તિનું થયું મોત
સુરત સહિતના મોટા શહેરોમાં પરપ્રાંતિયો મોટી સંખ્યામાં જોવા મળતા હોય છે. કમાવવા માટે પોતાનું વતન છોડી મોટા શહેરો તરફ આવતા હોય છે. પરંતુ જ્યારે તહેવાર આવે છે ત્યારે પોતાના વતન તરફ જતા હોય છે. તહેવારો દરમિયાન રેલવે, બસ સ્ટેશનમાં ભારે ભીડ જોવા મળતી હોય છે. કલાકોનું વેટિંગ રહેતું હોય છે. ભારે ભીડ ઉમટતી હોય છે જેને કારણે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાય છે અને દુર્ઘટના બનતી હોય છે. દિવાળીનો તહેવાર નજીક આવતા ટ્રેનોમાં તેમજ બસોમાં ભારે ઘસારો જોવા મળે છે. ત્યારે સુરત રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી. ચારથી પાંચ લોકો બેભાન થઈ ગયા હતા જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. સારવાર અર્થે બેભાન થયેલા લોકોને ખસેડવામાં આવ્યા છે.
સુરત રેલવે સ્ટેશન પર ધક્કામુક્કી થતા પાંચ લોકોને શ્વાસ લેવામાં તકલીફ, એકનું મોત #surat #suratrailwaystation #death #indianrailways #gujarat #viral #viralvideos #jamawat #jamawatupdate pic.twitter.com/CYlRNX7p2Y
— Jamawat (@Jamawat3) November 11, 2023