રાજ્યમાં વરસાદે 2-3 દિવસ વિરામ લીધા બાદ ફરી એક વખત ફરી એક વખત ગાજવીજ સાથે મેઘમહેરની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી 7 અને 8 જૂલાઈથી સમગ્ર રાજ્યમાં ભારે ભારે વરસાદની આગાહી કરી છે. પૂર્વ-પશ્ચિમ તરફનું દબાણ વધવાના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદની આગાહીને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
આજથી બીજા રાઉન્ડની આગાહી
રાજ્યમાં 7 જૂલાઈથી વરસાદના બીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. 7 જુલાઇથી વરસાદનું પ્રમાણ વધવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. મુખ્યત્વે પૂર્વ અને પશ્ચિમ તરફના દબાણ વધવાના કારણે વરસાદનો બીજો રાઉન્ડ આવશે. 7 અને 8 જુલાઈના રોજ વલસાડ, દમણ દાદરા નગર હવેલી, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 7 જુલાઈના અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડશે.
અંબાલાલ પટેલે શું કરી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે આગામી 7થી 12 જુલાઇના રોજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 25 જૂલાઈથી 8 ઓગષ્ટ દરમિયાન ફરી એક વાર મેઘસવારી જોવા મળશે. ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.