Indian Meterological Departmentએ ચેન્નાઈ તેમજ તમિલનાડુ માટે ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. જેને કારણે તમિલનાડુ સરકાર એલર્ટ જાહેર કરી દીધી છે. ઉપરાંત તમામ શૈક્ષણિક સંસ્થાઓને પણ બંધ રાખવાના આદેશ અપાયા છે. પરંતુ લગ્નની સિઝન હોવાને કારણે અનેક લગ્નોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભારે વરસાદ થવાને કારણે જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે ત્યારે વરસાદના પાણીમાં લગ્ન માટે આવેલા કપલે લગ્નની વિધી સંપન્ન કરી હતી.
હાલ લગ્નની સિઝનની શરૂઆત થઈ ગઈ છે. અનેક લગ્નોના મુહુર્ત આ મહિનામાં છે. ત્યારે તમિલનાડુમાં ભારે વરસાદ પડવાની આગાહી Indian Meterological Department દ્વારા કરવામાં આવી છે. જેને કારણે લગ્નનું આયોજન કરનાર લોકોમાં ચિંતા છે. તમિલનાડુથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં ભરેલા પાણી વચ્ચે લગ્નની વિધી સંપન્ન કરી છે. મંદિરના દર્શને તેઓ ગયા હતા. લગ્નની તૈયારીઓ મહિનાઓ પહેલાથી કરી દેવામાં આવી હોય છે. અંત સમયે લગ્નના કાર્યક્રમમાં ફેરફાર ન કરી શકાય તે માટે ભારે વરસાદ વચ્ચે લગ્ન કર્યા હતા.