Bharuchમાં ભારે વરસાદ, ડેહલી ગામ બેટમાં ફેરવાયું અને લોકો ફસાયા, Chaitar Vasavaએ લોકોને આપી સૂચના, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-03 17:18:51

રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે.. ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે..  અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હતા અને આપણી સમક્ષ તાજેતરનું જ ઉદાહરણ છે જ્યાં વરસાદ કહેર સાબિત થયો.. વડોદરામાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે આપણે જાણીએ છીએ... ત્યારે હવે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ભરૂચ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.. ત્યારે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેહલી ગામ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા હતા અને લોકોને સમજાવ્યા હતા. સ્થાનિક લોકો સાથે તેમણે વાત કરી હતી અને ધ્યાન રાખવા માટે કહ્યું હતું..

વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત!

વરસાદી સિસ્ટમ થતાં ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારોથી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા હોય.. વરસાદના પહેલા રાઉન્ડમાં અનેક લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા. લોકોના પ્રાણની રક્ષા કરવા માટે સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવ્યા હતા. ત્યારે વરસાદનો બીજો રાઉન્ડ ભરૂચમાં તબાહી મચાવી શકે છે.. ભરૂચમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે ચૈતર વસાવા ડેહલી ગામમાં પહોંચ્યા હતા. અને લોકો સાથે વાત કરી હતી. 



ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકો સાથે કરી મુલાકાત

ચૈતર વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટર, એસ ડી એમ, ટી ડી ઓ સહિતના અધિકારીઓ સાથે વાત કરી પરિસ્થિતિની ચર્ચા કરી હતી ઉપરાંત લોકોને પોતાનું ધ્યાન રાખવા અપીલ કરી હતી. આગામી દિવસોમાં હજી પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેની માહિતી પણ તેમણે લોકોને આપી હતી. કોઈ પણ પોતાનો જીવ જોખમમાં ના નાખે તેવી વાત પણ તેમણે સ્થાનિકોને સમજાવી હતી. સરકારી તંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત પદાધિકારીઓના નંબર પણ તમામ લોકોએ પોતાની પાસે રાખવા જેથી કરી કોઈપણ ઘટના ઘટે છે તો આ તમામ લોકોને સંપર્ક કરી શકાય.  


વરસાદનો બીજો રાઉન્ડ ભરૂચ માટે ભારે!

મહત્વનું છે કે ભરૂચમાં વરસાદે તબાહી મચાવી દીધી છે તેવું કહીએ તો પણ વધારે નહીં થાય. સૌથી વધારે વરસાદ ભરૂચના વાલિયામાં ખાબક્યો છે. મળતી માહિતી અનુસાર 2 સપ્ટેમ્બરના સવારના 6 વાગ્યાથી 3 સપ્ટેમ્બર સવારના 6 વાગ્યા સુધીમાં વાલિયામાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદ હજી પણ ચાલુ જ છે.. ભારે વરસાદ થતાં વરસાદી પાણી લોકોના ઘરોમાં તેમજ દુકાનોમાં ઘૂસી ગયા છે. અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. ઉલ્લેખનિય છે કે હવામાન વિભાગે ભરૂચ માટે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. ત્યારે તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો..  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?