રાજ્યના અનેક વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ! વહેલી સવારે કડાકા ભડાકા સાથે થયો કમોસમી વરસાદ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-29 11:13:18

વહેલી સવારે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. બીજી મે સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે જેને લઈ રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારે વરસાદી ઝાપટા આવ્યા હતા. વહેલી સવારથી અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારો જેવા કે વટવા, મણીનગર, ઈસનપુર, વસ્ત્રાપુર, બોપલ, ઘાટલોડિયા સહિત અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો. તે ઉપરાંત બીજા અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. 


અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ!

માવઠાને લઈ હવામાન વિભાગે આગાહી કરી હતી જે મુજબ 29 એપ્રિલે અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, પાટણ, મહેસાણા,અરવલ્લી  સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, અમરેલી ભાવનગર, ભરૂચ, સુરત સહિત અનેક વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉનાળામાં વરસાદી માહોલ જામ્યો છે. જસદણમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. મળતી માહિતી અનુસાર એક કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. 


ખેતરમાં થયેલા પાકને થયું નુકસાન! 

ઉનાળામાં વરસાદ થવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉનાળા પાક બગડવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. તલ, બાજરો, જુવાર સહિતના પાકને નુકસાન પહોંચશે તેવી ભીતિ સેવી રહ્યા છે. જસદણ ઉપરાંત આટકોટ, કનસેરા કોઠી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તે સિવાય ગોંડલ અને જેતપુરમાં પણ કમોસમી વરસાદ થયો હતો. ત્યારે આવનાર દિવસોમાં પણ વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. 


આગમી દિવસોમાં આવશે માવઠું! 

30 એપ્રિલએ કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પહેલી મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં માવઠાની આગાહી કરી છે. ભરઉનાળે વરસાદનું આગમન થતાં ધરતીપુત્રની ચિંતા વધી છે. પાકને નુકસાન પહોંચ્યું છે જેને કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર જલ્દી સહાય ચૂકવે તેવી ખેડૂતોની માગ છે.    




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?