ભારે વરસાદે UttarPradeshના હાલ કર્યા બેહાલ, હવામાન વિભાગે કરી આ આગાહી, વરસાદને કારણે સર્જાઈ તારાજી, જુઓ દ્રશ્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-12 09:29:17

દેશના અનેક રાજ્યોમાં વરસાદે તારાજી સર્જી છે. અનેક રાજ્યો એવા છે જ્યા વરસાદે મહેર વરસાવાની જગ્યાએ કહેર વરસાવ્યો છે. વરસાદને કારણે રાજ્યોના હાલ બેહાલ થઈ ગયા છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. ઉત્તરપ્રદેશમાં વરસેલો વરસાદ અનેક લોકો માટે પ્રાણઘાતક સાબિત થઈ રહી છે. મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 19 જેટલા લોકોના મોત ભારે વરસાદને કારણે થયા છે. સતત ત્રણ દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે અનેક જિલ્લાઓ પર શાળાઓ બંધ રાખવાની ફરજ બની છે. 


ભારે વરસાદ અને વીજળી પડવાને કારણે થયા લોકોના મોત 

ગુજરાતમાં વરસાદે ઓગસ્ટ મહિનામાં વિરામ લીધો હતો. ઓગસ્ટ મહિનામાં વરસાદ ન થવાને કારણે ખેડૂતોની ચિંતા વધી હતી ત્યારે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્સત થયું છે. ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ વરસવાને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે ઉત્તરપ્રદેશના હાલ બેહાલ થઈ ગયા છે. લખીમપુર અને બારાબંકી જિલ્લામાં ભારે વરસાદ થવાને કારણે શાળાઓને બંધ રાખવાની ફરજ પડી છે. જિલ્લા અધિકારીએ મંગળવારે શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. 


આ રાજ્યો માટે આપવામાં આવ્યું છે વરસાદી એલર્ટ 

મહત્વનું છે કે દેશના અનેક રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓ પર તો 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા જેને કારણે સામાન્ય જનજીવન અતિશય પ્રભાવિત થયું છે. મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં વરસાદ અને વીજળી પડવાને કારણે 19 જેટલા લોકોના મોત થયા છે. તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ મધ્યપ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, બિહાર સહિતના રાજ્યો માટે વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે.     



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.