મહારાષ્ટ્રમાં ભારે વરસાદે સર્જી તારાજી, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, જુઓ દ્રશ્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-28 16:56:18

દેશભરમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. અનેક રાજ્યોમાં મૂશળાધાર વરસાદ વરસી રહ્યો છે. મહારાષ્ટ્રના લોકોને ભારે વરસાદને કારણે મુશ્કેલી વેઠવી પડી રહી છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. રસ્તા પર જાણે નદી વહી રહી હોય તેટલો વરસાદ ત્યાં વરસ્યો હતો. પાણી ભરાવાને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થવાને કારણે લોકોને હાલાકી ભોગવવી પડી હતી. વૃક્ષ પડવાને કારણે એક વ્યક્તિની મોત પણ થઈ ગઈ છે. મહત્વનું છે કે આગામી દિવસો માટે ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે.

  

અનેક જગ્યાઓ પર ભરાયા પાણી

ચોમાસાએ ભલે આ વખતે મોડી એન્ટ્રી કરી છે પરંતુ ધમાકેદાર બેટિંગ કરી છે. કોઈ રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તો કોઈ જગ્યાએ મૂશળાધાર વરસાદ વરસી રહ્યો છે. બિપોરજોય વાવાઝોડાને કારણે અનેક રાજ્યોમાં પહેલા જ વરસાદી માહોલ જામ્યો હતો. આસામમાં તો ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. અનેક ગામો તો એવા હતા કે ડૂબી ગયા હતા. ત્યારે વરસાદને કારણે મહારાષ્ટ્રની સ્થિતિ વણસી રહી છે. ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. કુર્લા વિસ્તારની પરિસ્થિતિ બગડી રહી છે.         


વૃક્ષ ધરાશાયી થતાં સર્જાઈ દુર્ઘટના 

ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. વધતા વરસાદને કારણે પાણી કાપનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. દુર્ઘટનાને કારણે અનેક લોકોના પણ મોત થયા છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ-ચાર દિવસ સુધી રાજ્યના આ નવ જિલ્લાઓમાં ચોમાસું સંપૂર્ણ જોરથી સક્રિય થશે. જેના કારણે આ વિસ્તારોમાં ભારે અને અત્યંત મુશળધાર વરસાદની અનુમાન છે. ભારે વરસાદને કારણે બીએમસી દ્વારા કરવામાં આવતી પ્રિ-મોનસુનની કામગીરીની પોલ ખુલી છે.  




વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..