હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે ગુજરાતમાં માવઠાની આગાહી કરી હતી. જેના પગલે આજે વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે વહેલી સવારથી જ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતના 104 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે, તેમાં પણ 17 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં આજે સવારે (તા.4/6/2023)ના રોજ 6થી 8 વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદના આંકડાઓ...(મી.મી.માં)#GujratNews #GujaratRains pic.twitter.com/GcjlJLp4Z6
— Gujarat Information (@InfoGujarat) June 4, 2023
કયા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો?
રાજ્યમાં આજે સવારે (તા.4/6/2023)ના રોજ 6થી 8 વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદના આંકડાઓ...(મી.મી.માં)#GujratNews #GujaratRains pic.twitter.com/GcjlJLp4Z6
— Gujarat Information (@InfoGujarat) June 4, 2023રાજ્યના 104 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. તેમાં પણ ખેડા જિલ્લાના મહેમદાવાદમાં સૌથી વધુ 2.5 ઇંચ, લુણાવાડામાં 2 ઈંચ, નડિયાદમાં પોણા 2 ઈંચ, બાલાસિનોરમાં પોણા 2 ઈંચ, મહુધામાં પોણા 2 ઈંચ, લાખણીમાં પોણા 2 ઈંચ, મોડાસામાં પોણા 2 ઈંચ, આણંદમાં 1.5 ઈંચ, જાંબુઘોડામાં 1.5 ઈંચ, પાટણમાં 1.5 ઈંચ, વિજાપુરમાં સવા ઈંચ, ગોધરામાં સવા ઈંચ, શહેરામાં સવા ઈંચ, દેસરમાં સવા ઈંચ, બાયડમાં સવા ઈંચ, કડીમાં સવા ઈંચ, કપડવંજમાં 1 ઈંચ, માણસામાં 1 ઈંચ, સરસ્વતીમાં 1 ઈંચ, અમદાવાદમાં એક ઈંચ, પેટલાદમાં 1 ઈંચ, મહેસાણામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. તે ઉપરાંત બહુચરાજી, ખેરાલું, ઊંઝા, વિસનગર,કડી, મહેસાણા શહેર ,વિજાપુર, બનાસકાંઠાના ધાનેરા, થરાદ, દિયોદર, કાંકરેજ અને દાંતીવાડા,અરવલ્લી જિલ્લામાં મોડાસા,શામળાજી, બાયડ તાલુકામાં પણ આજે સવારથી વરસાદે જોરદાર બેટિંગ કરી.
આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ મુજબ આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદ ફરી એકવાર તૂટી પડશે. ગુજરાતમાં જુદાજુદા જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે. હળવાથી મધ્યમ વરસાદ (5-15 મીમી/કલાક) સાથે હળવા વાવાઝોડાની આગાહી છે. છોટાઉદેપુરે અને નર્મદામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે જ આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં 41-61 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
આ જિલ્લામાં ધોધમાર વરસાદીની આગાહી
હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદની આગાહી કરી છે, જે મુજબ રાજ્યના આ જિલ્લા વરસાદ તુટી પડશે, જેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, ડાંગ, તાપી સુરેન્દ્રનગર અને રાજકોટમાં ભારે પવન -વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 40 થી 50 કિમીની રહી શકે છે.