ભારે વરસાદે ભરૂચમાં મચાવી તબાહી, લોકોને ફૂડ પેકેટ પહોંચાડવા માટે કલેક્ટર આવ્યા આગળ, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-19 17:10:33

ગુજરાતમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. અનેક જિલ્લાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આગામી દિવસો દરમિયાન પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. નર્મદા ડેમમાં પાણી આવવાને કારણે અનેક ગામોમાં પાણી ભરાયા છે. ડેમનું  પાણી રસ્તાઓ પર દેખાચું હતું. નર્મદા ડેમનું જળસ્તર વધવાને કારણે અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચમાં ભારે વરસાદને કારણે લોકો ઘરની બહાર નથી નિકળી શકતા. લોકો સુધી ફૂડ પેકેટ પહોંચાડવા માટે જિલ્લા કલેક્ટર મદદે આવ્યા છે. ભરૂચના કલેક્ટરે પૂરની સ્થિતિમાં ફસાયેલા લોકોને ફૂડ પેકેટ આપવા પહોંચ્યા હતા.      

અનેક લોકોનું કરાયું સ્થળાંતર તો અમુક લોકો ફસાયા વરસાદી પાણીમાં 

હાલ ભાદરવો મહિનો ચાલી રહ્યો છે. ભાદરવો ભરપૂર એવું આપણે ત્યાં કહેવાય છે.ઓગસ્ટ મહિનામાં વરસાદે ખેડૂતોની ચિંતા વધારી હતી પરંતુ સપ્ટેમ્બર મહિનાએ ખેડૂતોની ચિંતા ઘટાડી છે. સપ્ટેમ્બર મહિનામાં મેહુલો મન મૂકીને વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે. ડેમો પાણીથી છલોછલ ભરાયા છે. નર્મદા ડેમ એટલે કે સરદાર સરોવર ડેમ પણ પોતાની મહત્તમ જળસપાટી પર પહોંચ્યો છે. ડેમમાં પાણીની આવક થતાં અનેક ગામોને એલર્ટ કરાયા છે. અનેક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. ભરૂચમાં પણ અત્યંત ભયાનક સ્થિતિનું નિર્માણ થયું છે. અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ત્યારે ભરૂચમાં પણ વરસાદે તબાહી મચાવી છે.     


જિલ્લા કલેક્ટરે કર્યું ફૂડ પેકેટનું વિતરણ

ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. આવનારા દિવસો દરમિયાન વરસાદી માહોલ યથાવત રહી શકે છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓ પર જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદી પાણી ભરાવવાને કારણે લોકો ઘરની બહાર નિકળી નથી શકતા. ત્યારે લોકો સુધી જમવાનું પહોંચે તે માટે ફૂડ પેકેટ વહેંચવામાં આવી રહ્યા છે. ભરૂચમાં જિલ્લા કલેક્ટરે વરસાદથી પ્રભાવિત લોકોને ફૂડ પેકેટ આપ્યા હતા. રાહત કાર્ય માટે કલેક્ટર મદદે આવ્યા હતા. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?