રાજ્યમાં બપોરના 12 વાગ્યા સુધીમાં 86 તાલુકામાં મેઘ મહેર, છેલ્લા 24 કલાકમાં 157 તાલુકામાં વરસાદ ખાબક્યો


  • Published By :
  • Published Date : 2023-07-07 15:01:22

રાજ્યમાં ફરી એક વખત મેઘમહેર થઈ રહી છે, રાજ્યના વિવિધ ભાગોમાં સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં 86 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં જેમાં 16 તાલુકામાં 1 ઈંચથી 4 ઈંચ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ જામનગર શહેરમાં ચાર કલાકમાં 4 ઈંચ નોંધાયો છે. જ્યારે મહેસાણા શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસતા મોઢેરા રોડ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. હવામાન વિભાગે પણ 10 જુલાઈ સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. 


આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી


હવામાન વિભાગે આજે બપોરે 1 વાગ્યે કરેલી આગાહી અનુસાર, રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, કચ્છ, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દોહાદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદમાં આગામી ત્રણ કલાકમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.


છેલ્લા 24 કલાકમાં 157 તાલુકામાં વરસાદ


ગત 24 કલાકમાં રાજ્યના 157 તાલુકામાં મધ્યમથી ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં 20 તાલુકામાં 2થી 4.3 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. જ્યારે 28 તાલુકામાં 1થી 2 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. જ્યારે 109 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ પડ્યો છે.


સુરતમાં આજે યલો એલર્ટ


ગુજરાતમાં વરસાદની બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આગામી પાંચ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આજે સુરત જિલ્લામાં વરસાદને લઇને યેલો એલર્ટ જાહેર કરાયું છે. જેથી વહેલી સવારથી સુરતમાં વરસાદ પડી રહ્યો છે. જેના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. સુરતના તમામ ઝોનમાં વરસાદ નોંધાયો છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...