રાજ્યના 104 તાલુકામાં મેઘો મંડાણો, આગામી 5 દિવસ થશે મેઘ મહેર, આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેંજ અને યલો એલર્ટ


  • Published By :
  • Published Date : 2023-09-08 20:34:18

રાજ્યમાં ફરી એક વખત મેઘો મંડાતા સર્વત્ર ખુશીનો માહોલ છે, લાંબા વિરામ બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોના શ્વાસમાં શ્વાસ આવ્યો છે. આ સાથે જ રાજ્યની પીવાના પાણીની સમસ્યા પણ દૂર થઈ ગઈ છે. રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા 12 કલાકમાં રાજ્યના 104 તાલુકામાં વરસાદ થયો છે. રાજ્યના 5 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડના કપરાડામાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા હવમાન વિભાગ દ્વારા પણ આજથી આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ વરસાદની સંભાવના  છે. ઉપરાંત દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં  વરસાદ વરસી શકે છે.


રાજ્યના આ જિલ્લામાં થઈ મેઘ મહેર


છેલ્લા 12 કલાકમાં રાજ્યના 104 તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે. ત્યાં જ રાજ્યના 5 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડના કપરાડામાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો ડાંગના સુબિર, આહવામાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. ધરમપુર, ઉચ્છલમાં 2.5 ઈંચ વરસાદ. માંગરોળમાં 2 ઈંચ, વાંસદા, વઘઈ, સોનગઢ, ચીખલીમાં 1.5 ઈંચ વરસાદ કાબક્યો છે. મહેસાણા,મહીસાગર,વલસાડ, બનાસકાંઠા,અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. મહેસાણા શહેરમાં વરસાદી માહોલ છવાતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી.


આગામી બે દિવસ અતિભારે વરસાદ 


આગામી બે દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે આવતી કાલે સુરત,નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થઇ શકે છે, જ્યારે વડોદરા, દાહોદ અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં ભાર વરસાદ પડી શકે છે. આજે પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસ્યો છે.


આ જિલ્લામાં વરસાદનું ઓરેંજ અને યલો એલર્ટ


રાજ્ય હવમાન વિભાગ દ્વારા નવસારી, ડાંગ, તાપીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત સુરત અને નર્મદા, દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, વડોદરા,  છોટાઉદેપુર, દાહોદમાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?