બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતા ગુજરાત હવામાન વિભાગે 13 સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે તેવી આગાહી કરી હતી. આજના દિવસે નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે જ્યારે 7 જિલ્લામાં યલો અલર્ટ જાહેર કરાયું છે.
આટલા જિલ્લામાં ભારે વરસાદ પડશે હો!
સુરત, તાપી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં યલો અલર્ટ એટલે કે આ વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. અન્ય 24 જિલ્લામાં નો વોર્નિંગ છે એટલે કે 24 જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા નહીંવત જણાય છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે અમદાવાદ જિલ્લા સહિત ગુજરાતના અનેક જિલ્લામાં ઝરમર વરસાદ પડ્યો હતો. આજની આગાહી મુજબ પણ ગુજરાતના 9 જેટલા જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે. નવસારી અને વલસાડના વિસ્તારોમાં વધુ વરસાદ પડવાનની આગાહીના લીધે લોકોએ સાવચેતી રાખવી.