દેશભરમાં વરસાદી માહોલ જામ્યા છે. દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયા કિનારે વસતા રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત મધ્ય પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ સહિતના રાજ્યોમાં પણ મેઘરાજા વરસી શકે છે. ભારે વરસાદને કારણે તેલંગાણા, કેરળમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
નદી કિનારે વસતા લોકોનું કરાયું સ્થાળાંતર
ભારે વરસાદને કારણે નદીઓમાં પાણીની આવક થઈ છે. નદીઓની જળસપાટી ભયજનક સ્થિતિએ પહોંચતા અનેક ગામડાને ખાલી કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોને બીજી જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે. તેલંગાણા, કેરળ સહિત અનેક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જાનહાની ન થાય તે માટે લોકોનું રેસ્ક્યું કરવામાં આવી રહ્યું છે.
વરસાદે સર્જી તારાજી
વાવાઝોડાને કારણે અનેક મકાનોને પણ ભારે નુકાન થયું છે. ભારે પવન ફૂંકાતા અનેક ઝાડ ધરાશાઈ થયા છે. કેરળમાં પણ ચક્રવાતે ભારે નુકસાન કર્યુ છે. વીજળી પડવાને કારણે અનેક લોકોના મોત પણ થઈ રહ્યા છે. વીજળી પડવાની ઘટનાને કારણે એલર્ટ આપી દેવામાં આવ્યું છે. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજળી કનેક્શન ખોરવાઈ ગયા છે. લોકોના જીવ બચાવવાનો તંત્ર પણ પ્રયાસ કરી રહી છે.