ગુજરાતમાં તેમજ અમદાવાદમાં વરસાદ મનમૂકીને વરસ્યો હતો. ધમાકેદાર બેટિંગ કરી લોકોના જીવન અસ્તવ્યસ્ત કરી દીધા હતા. અનેક જિલ્લાઓ તેમજ અનેક ગામોમાંથી પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. પરંતુ મહાનગરોની પરિસ્થિતિ પણ આવી જ હતી. અમદાવાદને આમ તો સ્માર્ટ સિટી કહેવામાં આવે છે. અમદાવાદને લઈ અનેક દાવાઓ કરવામાં આવે છે પરંતુ કુદરતે અનેક વખત તંત્રના દાવાને ખોટા સાબિત કર્યા છે.
અમદાવામાં ઠેર ઠેર ભરાયા હતા પાણી
તેમજ અમદાવાદનો એવો એક પણ વિસ્તાર નહીં હોય જ્યાં મેઘમહેર જોવા ના થઈ હોય. અમદાવાદમાં વરસેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. વરસાદને કારણે વાહનચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. એક તરફ વરસાદ હતો તો બીજા તરફ ટ્રાફિકને કારણે લોકો વધારે મજબૂર બન્યા હતા. અનેક અંદરપાસ પાણી ભરાઈ જવાને કારણે બંધ કરવાની ફરજ પડી હતી. શહેરના એસજી હાઈવે, બોપલ, પ્રહલાદનગર, શ્યામલ ચાર રસ્તા, માણેકબાગ, સેટેલાઈટ, જમાલપુર, એલિસબ્રિજ, લાલદરવાજા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થતા પાણી ભરાઈ ગયા હતા.
ટ્રાફિક જામને કારણે લોકો રસ્તા પર ફસાયા
અમદાવાદમાં મેઘમહેર જોવા મળી રહી છે. પરંતુ મેઘમહેર મેઘકહેરમાં પ્રવર્તિ ઉઠી હતી. જોધપુર, સેટેલાઈટ, શ્યામલ, પ્રહલાદનગર અને આનંદનગર વિસ્તારમાં 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબકયો છે. બોપલ, થલતેજ, સોલા, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, સિંધુભવન, પકવાન ચાર રસ્તા, એસજી હાઇવે, ગુરુદ્વારા, ઉસ્માનપુરા, વાડજ, જમાલપુર, લાલદરવાજા, ખમાસા સહિતના વિસ્તારોમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સાંજના સમયે વરસાદ થતાં નોકરી કરી ઘરે પરત ફરતી વખતે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. હવે જાણીયે રાતના 9 વાગ્યા સુધી અમદાવાદના કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો હતો. તમામ આંકડા મી.મીમાં છે.