દેશના અનેક રાજ્યોમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. તો અનેક રાજ્યોમાં વરસાદ થઈ રહ્યો છે. ઉત્તર ભારતમાં શિયાળાને કારણે હિમવર્ષા થઈ રહી છે તો દક્ષિણ ભારતમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ કરવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં ચક્રવાતી તૂફાનની આશંકા વ્યક્ત કરી છે. જેને કારણે તમિલનાડુ, પોંડુચેરી, અને આંધ્ર પ્રદેશ સહિત દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડી શકે છે.
અનેક શહેરોમાં તૈનાત કરાઈ NDRFની ટીમ
ચક્રવાતને લઈ તમિલનાડુમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દક્ષિણ અંડમાન સાગરમાં પ્રેશર સર્જાતા વરસાદી માહોલ જામ્યો છે. ખરાબ હવામાન વિભાગ હોવાને કારણે હવામાન વિભાગે મચ્છુઓને અને દરિયાખેડુઓને દરિયા ખેડવાની ના પાડી છે. તમિલનાડુમાં ભારે વરસાદ થવાને કારણે એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે.
અનેક રાજ્યોમાં ઠંડીનો થઈ રહ્યો છે અનુભવ
હવામાન વિભાગની આગાહીના પગલે એનડીઆરએફની ટીમોને નાગપટ્ટિમ, તંજાવુર, તિરૂવરૂર, કુડ્ડાલોર, માઈલાદુથુરાઈ, અને ચેન્નઈમાં મુકાઈ છે. હવામાન વિભાગ પ્રમાણે સાત ડિસેમ્બરે તમિલનાડુ, અને પુડુચેરીમાં વરસાદ વરસી શકે છે. વરસાદની સાથે સાથે અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો અનુભવાની શરૂઆત થઈ છે. દિલ્હીમાં પણ તાપમાનનો પારો ઘટી રહ્યો છે.