Gujaratમાં અતિભારે વરસાદની આગાહી? આ વિસ્તારોમાં વરસાદનો કહેર જોવા મળ્યો! જુઓ વરસાદી દ્રશ્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-15 14:51:05

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. અનેક વિસ્તારો માટે હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. આજ માટે હવામાન વિભાગે આગાહી કરી છે તેની આગાહી અનુસાર રાજ્યના કોઈ વિસ્તાર માટે રેડ એલર્ટ કોઈ વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ જ્યારે કોઈ વિસ્તાર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.. એલર્ટ અનુસાર અનેક વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.. થોડા કલાકની અંદર એટલો બધો વરસાદ વરસ્યો હતો કે પાણી ભરાઈ ગયા છે... દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે.. અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

અનેક જગ્યાઓ પર સર્જાઈ પૂર જેવી સ્થિતિ

સુરતના ઉમરપાડામાં જ્યાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદ પડ્યો છે અને જનજીવન ખોરવાઈ ગયું છે. ઉમરપાડામાં વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.  તે સિવાય નર્મદામાં પણ સ્થિતિ એવી જ છે.. નર્મદા જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે. ગરુડેશ્વરમાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. ખેડૂતો કેટલાય સમયથી વરસાદની રાહ જોઈ બેઠા હતા, ત્યારે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં આંનદ છે. 



જનજીવન પર વરસાદને કારણે ગંભીર અસર 

હવે વાત કરીએ ભરૂચની તો નેત્રંગ પંથકમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેથી અનેક જગ્યાઓ પર પાણી ભરાયા છે. નેત્રંગની અમરાવતી ખાડી અને કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે. ધોધમાર વરસાદના પગલે જનજીવન પર વ્યાપક અસર પહોંચી છે. વિવિધ માર્ગો પણ બંધ થયા છે. 




ક્યાં કેટલો નોંધાયો વરસાદ? 

આજે સવારે 6 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મોડાસામાં 90 MM,દાહોદમાં 64 MM, ઉમરપાડામાં 45 MM,ગોધરામાં 38 MM,વીરપુરમાં 37 MM સહિત રાજ્યના અન્ય તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો.આજે રાજ્યના દક્ષિણના ભાગોમાં અતિભારે વરસાદ જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ પડશે તો તમારે ત્યાં કેવો વરસાદ છે અમને કોમેન્ટમાં જાણવો!



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.