અમદાવાદમાં મેઘ મહેર, હજુ પણ ભારે વરસાદની આગાહી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-01 14:49:40

હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ શહેર સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે મુશળધાર થઈ રહ્યો છે.  અમદાવાદના શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સવારના 11 વાગ્યાથી જ શરૂ થયો. ધોધમાર વરસાદથી માર્ગો પર જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતાં. પશ્ચિમ અમદાવાદના નિકોલ, નરોડા, સીટીએમ, રામોલ, વસ્ત્રાલ, અસારવા, અમરાઈવાડી, કાંકરિયા, ખોખરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તે જ રીતે જીવરાજ પાર્ક, એસજી હાઇવે, પ્રહલાદનગર, વાસણા, વેજલપુરમાં પવનના સુસવાટા સાથે મુશળધાર વરસાદ વરસ્યો. અમદાવાદમાં ભારે વરસાદ અને ઘનઘોર વાદળછાયા વાતાવરણના કારણે વિઝિબિલીટી ઘટી હતી. ભારે વરસાદના કારણે વાહનચાલકોને પોતાના વાહનની લાઈટ ચાલુ રાખી વાહન હંકારવાની ફરજ પડી હતી. માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. રબારી કોલોનીમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી.   


4 દિવસ વરસાદની આગાહી


હવામાન વિભાગે પણ આગામી 3 કલાક ગાંધીનગર અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદી માહોલના હવામાન વિભાગે સંકેત આપ્યાં છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 34 તાલુકામાં વરસાદ વરસ્યો છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?