અમદાવાદ: જીવરાજ પાર્કની અવધ આર્કેડ બિલ્ડીંગમાં ભયાનક આગ, 4 લોકોનું રેસ્ક્યૂ


  • Published By :
  • Published Date : 2023-08-16 14:48:50

અમદાવાદની વધુ એક બિલ્ડીંગમાં આગ ફાટી નિકળતા દોડધામ મચી હતી. શહેરના જીવરાજ પાર્કમાં આવેલ સેલ પેટ્રોલ પંપ નજીકની અવધ આર્કેડ બિલ્ડીંગમાં આગ લાગી છે. બિલ્ડિંગમાં આગ લાગતા રહિશોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ અને અધિકારીઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા છે. અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અવધ આર્કેડમાં હોટલ અને ગાડીનો શોરૂમ આવેલો છે. લોકો ફસાયા હોવાની પણ વાત સામે આવી છે, રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.


4 લોકોનું રેસ્ક્યૂ 


અવધ આર્કેડ બિલ્ડીંગના પ્રથમ માળ પરથી ધૂમાળાના ગોટાગોટા જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડની 10 ગાડી આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત કરી રહ્યાં છે. ફાયરની ટીમ ઓક્સિજન માસ્ક પહેરીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ફાયર બ્રિગેડની ટીમે હાઈડ્રોલિક સિડીની મારફતે કુલ 4 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. જેમાં 3 મહિલાઓ છે. જો હજુ પણ ધૂમાડો વધારે હોવાથી આગ બુજાવવામાં મુશ્કેલી આવી રહી છે. બિલ્ડિંગમાં આગ લાગતાં હોટલમાં રહેલા લોકો ફસાયા છે. આગને કારણે ધુમાડાના ગોટેગોટા ઉઠતા નાસભાગ મચી હતી. જ્યારે બિલ્ડિંગમાં રહેલા લોકો બહાર કાઢવામાં આવી રહ્યા છે. આગ લાગવા પાછળનું કોઇ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ બિલ્ડિંગમાં હોટલ હોવાને લીધે ગેસ લિકેજ અથવા શોર્ટસર્કિટ થવાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?