ભારે કરી! દ્વારકા પોલીસ સ્ટેશનમાંથી જ ગઠિયો પોલીસ વાહન હંકારી ગયો, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2023-12-28 21:18:15

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંભાળવાની જવાબદારી જેમના શિરે છે તે પોલીસ પોતાના વાહનની જ સુરક્ષા ન કરી શકે ત્યારે શું કહેવું? દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસનું નાક કપાય તેવી ઘટના બની છે. દ્વારકા પોલિસ મથકના કમ્પાઉન્ડમાં રહેલ પોલીસની જ બોલેરો કારની ચોરી કરી એક અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો. આ સમાચાર સામે આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની જબરદસ્ત ફજેતી થઈ છે. હવે લોકોમાં સવાલ એ થઈ રહ્યો છે કે આ પોલીસ પ્રજાનું શું રક્ષણ કરશે?


કઈ રીતે ચોરાઈ? 


દેવભૂમિ દ્વારકા જિલ્લાના  દ્વારકા પોલિસ મથક ના કમ્પાઉન્ડમાં રહેલ પોલીસ ની જ બોલેરો કારની ચોરી કરી એક અજાણ્યો ઈસમ ભાગી છૂટ્યો હતો  દ્વારકા પોલીસ મથક માંથી જ પોલીસની ગાડી ચોરીની ચોંકાવનારી ઘટના બની હતી અહીં પોલીસની ઝબકતી લાઈટો વાળી ગાડી લઈને એક શખ્સ ભાગ્યો હતો. દ્વારકા જિલ્લા.પોલીસ દ્વારા ગાડી અને આરોપી ને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી હતી દ્વારકાથી પોલીસની જ ગાડી ચોરી થયા બાદ આ ગાડી દ્વારકા થી નજીક આવેલ કુરંગા ટોલ અને બાદમાં ખંભાળિયા ટોલ નાકા પરથી પસાર થઈ હતી અને જામનગર તરફ જતી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું ત્યારે દ્વારકા જિલ્લા SOG અને જામનગર જિલ્લા LCBની ટિમ દ્વારા બોલેરો કારને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરી હતી તમામ રસ્તાઓ પર નાકાબંધી કરી હતી. 


કોણ છે ચોર?


જામનગર પોલીસે બોલેરો સાથે ચોર વિરપાલસિંહ ભૂપતસિંહ જાડેજા (રહે. ખંઢેરા, કાલાવાડ)ને ઝડપી લઈ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર વિરપાલસિંહના મોબાઈલ ફોનમાંથી દ્વારકા જિલ્લા પોલીસની બોલેરો જીપ સાથેની રાત અને સવારના પાડેલી બે સેલ્ફી ફોટો (Selfie Photo) મળી આવ્યા છે. આરોપી નશાની આદતવાળો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. પોલીસે તેની પૂછપરછ કરી ચોરી કરવાનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.