રાજ્યમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોનું તાપમાન 42થી 44 ડિગ્રી સુધી રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આજે પણ રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. આગામી બે દિવસ સુધી ગરમીનો પારો યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. ચામડી દઝાડતી ગરમીનો અહેસાસ લોકોને થવાનો છે. 42થી 44 ડિગ્રી સુધીનું તાપમાન રહેશે. 13મી તારીખ બાદ તાપમાનનો પારો ઘટી શકે છે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.
હિટવેવની આગાહી કરવામાં આવી!
ઉનાળાની શરૂઆતમાં રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ થતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અષાઢી જેવો માહોલ સર્જાયો હતો. ત્યારે કમોસમી વરસાદ બાદ કાળઝાળ ગરમીનો અનુભવ હાલ થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો હતો. અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 42થી 44 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. 13મી તારીખ બાદ તાપમાનનો પારો ગગડી શકે છે. આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજકોટનું તાપમાન 43.9 ડિગ્રી નોંધાયું હતું. કચ્છ, પોરબંદર, સુરત, આણંદ સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે. 12 અને 13 મેના રોજ આણંદ, સુરત, બોટાદ, પોરબંદર, સુરેન્દ્રનગર માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.
ફરી એક વખત વરસશે કમોસમી વરસાદ!
આગામી ત્રણ ચાર દિવસો બાદ તાપમાનમાં બે ત્રણ ડિગ્રી ઘટાડો નોંધાઈ શકે છે. કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. જે મુજબ 22,23 અને 24 મેના રાજ્યના કોઈ વિસ્તારમાં માવઠું વરસી શકે છે. જેને કારણે ખેતીને નુકસાન પહોંચી શકે છે. અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સક્રીય થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ત્યારે ફરી એક વખત રાજ્ય પર માવઠાની આગાહી કરવામાં આવી છે.