સતત વધતો ગરમીનો પારો! દેશના અનેક રાજ્યો માટે કરાઈ હીટવેવની આગાહી,લૂ લાગવાને કારણે આટલા લોકોએ ગુમાવ્યા જીવ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-19 08:47:18

દેશભરમાં આ વખતે ગરમીનો ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યો છે. ભલે કેરળમાં ચોમાસું સત્તાવાર રીતે બેસી ગયું છે પરંતુ દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. હીટવેવની આગાહી દેશના અનેક રાજ્યો માટે કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગરમી પ્રાણઘાતક સાબિત થઈ રહી છે. હિટવેવ તેમજ લૂ લાગવાને કારણે  ઉત્તરપ્રદેશ તેમજ બિહારમાં 100 જેટલા લોકોના મોત થઈ ગયા છે. ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, તેલંગાણા તેમજ તમિલનાડુ સહિતના રાજ્યોમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ શકે છે. હીટવેવની આગાહી આ રાજ્યો માટે કરવામાં આવી છે.


હીટવેવ તેમજ લૂ લાગવાને કારણે થયાં લોકોના મોત!

એક તરફ બિપોપરજોય વાવાઝોડાને કારણે અનેક રાજ્યોમાં પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું તો બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં ગરમી જાનલેવા સાબિત થઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ક્લાઈમેટ ચેન્જનો અનુભવ લોકો કરી રહ્યા છે. ગરમીની સિઝનમાં કમોસમી વરસાદ થયો હતો ત્યારે હવે ચોમાસાની સિઝનમાં કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. દેશના એવા અનેક રાજ્યો છે જ્યાં ગરમીના પ્રકોપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હીટવેવ તેમજ લૂ લાગવાને કારણે ઉત્તર પ્રદેશ તેમજ બિહારમાંથી લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. બે રાજ્યોમાં અંદાજીત 100 જેટલા લોકોના મોત હિટવેવને કારણે થયા છે એ પણ માત્ર બે-ત્રણ દિવસની અંદર. 



અનેક રાજ્યો માટે એલર્ટ કરાયું છે જાહેર

એક અનુમાન પ્રમાણે ગરમી આ વખતે અનેક વર્ષોના રેકોર્ડ તોડી શકે છે તેવું મનાઈ રહ્યું હતું. ત્યારે આ વાત જાણે સાચી સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે. દેશના અનેક રાજ્યોમાં દઝાડતી ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ભલે દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે પરંતુ ભીષણ ગરમીથી લોકોને રાહત નથી મળી. હીટ સ્ટ્રોક લોકો માટે મૂસીબત બની રહ્યું છે. વધતી ગરમીને જોતા દેશના અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગરમીથી સાવચેત રહેવા લોકોને અપીલ કરવામાં આવી છે. 


ગુજરાતમાં વાવાઝોડાને કારણે વરસ્યો હતો વરસાદ

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, ઝારખંડ, વિદર્ભ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને તમિલનાડુના અનેક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. મહત્વનું છે કે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં બિપોરજોય વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મૂસળાધાર વરસાદ જોવા મળ્યો હતો જેને કારણે તારાજી સર્જાઈ હતી.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.