હિટવેવની એલર્ટ સાથે કેન્દ્રએ રાજ્યોને લખ્યો પત્ર, ગરમીની સીઝનમાં વકરતા રોગચાળા અંગે આપી ચેતવણી


  • Published By :
  • Published Date : 2023-02-28 17:03:06

દેશમાંથી શિયાળાની વિદાય બાદ હવે ધીરે-ધીરે તાપમાન વધી રહ્યું છે, જો  કે આ વખતે ફેબ્રુઆરીમાં જ તાપમાનના અનેક રેકોર્ડ તુટવાનું શરૂ થઈ ગયું છે. લોકો હવે ઉનાળાની કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રિય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને પત્ર લખીને ગરમીની સીઝનમાં વકરતી બિમારીઓને લઈને એલર્ટ જાહેર કર્યું છે. તેમણે તમામ રાજ્યોને નેશનલ એક્શન પ્લાન પર ધ્યાન આપવા માટે કહ્યું છે. 


કેન્દ્રએ પત્રમાં શું સુચનો કર્યા?


કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને લખવામાં આવેલા પત્રમાં કહ્યું છે કે હવે દેશભરમાં ગરમીનો પારો હાઈ લેવલ પર પહોંચી ગયો છે. આ પરિસ્થિતિમાં, ગરમીથી થતાં રોગો પણ વધવા માંડશે. આને ધ્યાનમાં રાખીને, કેન્દ્રએ પહેલાથી જ તમામ રાજ્યોને ચેતવણી આપી છે.


આરોગ્ય સચિવ  રાજેશ ભૂષણે કહ્યું કે ગ્લોબલ વોર્મિગ અને માનવ સ્વાસ્થ્ય પર રાષ્ટ્રિય કાર્યક્રમ (NPCCHH) હેઠળ તમામ રાજ્યોમાં દૈનિક નિરિક્ષણ કરવામાં આવે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ અસરકારક તૈયારીઓ માટે તમામ જિલ્લાઓમાં ખાસ આયોજન કરવા માટે કહ્યું છે.  


આ પત્રમાં જણાવાયું છે કે 1 માર્ચ, 2023 સુધી, તમામ રાજ્યો અને જિલ્લાઓમાં હવામાન પરિવર્તન અને માનવ સ્વાસ્થ્ય અંગેના રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ, ગરમીથી સંબંધિત રોગો પર દૈનિક દેખરેખ એકીકૃત આરોગ્ય માહિતી ફોરમ (આઇઆઇપી) ખાતે યોજાશે.


એક્શન પ્લાન બનાવવા પર ભાર


NPCCHH,NCDC,આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા રાજ્યોમાં મોકલેલા આ પત્રમાં હીટવેવની આગાહી દર્શાવે છે. તમામ રાજ્યોમાં, જિલ્લા અને શહેરના આરોગ્ય વિભાગોને ગરમીથી સંબંધિત આરોગ્ય એક્શન પ્લાનને ફરીથી રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે. આની સાથે, રાજ્યના આરોગ્ય વિભાગોને તબીબી અધિકારીઓ, આરોગ્ય કર્મચારીઓ, જમીની સ્તરના કામદારોને ગરમીથી થતા રોગો, તેની ઝડપથી ઓળખ અને સંચાલન પ્રત્યે સંવેદનશીલ રાખવા અને ક્ષમતા વધારવાના પ્રયત્નો ચાલુ રાખવા કહેવામાં આવ્યું છે.


દવાઓનો સ્ટોક રાખવા સુચના


કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને લખવામાં આવેલા પત્રમાં આરોગ્ય વિભાગને બધી જરૂરી દવાઓ, ઇન્ટ્રાવેનસ ફ્લૂડ, આઇસ પેક, ઓઆરએસ અને બધી જરૂરી વસ્તુઓની પૂરતી ઉપલબ્ધતા માટે સૂચના આપવામાં આવી છે. આરોગ્ય સુવિધાની તૈયારીઓની સમીક્ષા કરવી જોઈએ. બધી આરોગ્ય સુવિધાઓને પણ પૂરતા પ્રમાણમાં પીવાના પાણીની ઉપલબ્ધતા માટે કહેવામાં આવ્યું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?