યુપી-બિહારમાં કાળઝાળ ગરમી અને લૂનો કહેર, 4 દિવસમાં 117 લોકોના મોતથી હાહાકાર


  • Published By :
  • Published Date : 2023-06-20 17:25:24

ઉત્તર પ્રદેશ અને બિહારમાં છેલ્લા 4 દિવસમાં ગરમીના કારણે મોતનો આંકડો 100ના આંકડાને વટાવીને 117ને પાર થઈ ગયો છે, આટલા મોટા પ્રમાણમાં લોકોના મોતથી હોબાળો મચી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીના કારણે મોટી સંખ્યામાં લોકો બીમાર પડી રહ્યા છે. લૂથી બિમાર લોકો માટે હોસ્પિટલોમાં અલગ હીટસ્ટ્રોક વોર્ડ બનાવવામાં આવ્યા છે.


બલિયામાં લૂનો કહેર યથાવત 


યુપીના બલિયામાં ભયાનક લૂનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લા હોસ્પિટલમાં વધુ  14 દર્દીઓ ગરમીથી સંબંધિત બિમારીઓને કારણે મૃત્યુ પામ્યા છે, 15 જૂનથી અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 68 થઈ ગયો છે.


CM યોગી આદિત્યનાથે તંત્રને આપ્યા આદેશ


સરકાર દ્વારા નિયુક્ત કમિટીએ બાંસડીહ અને ગરવાર બ્લોકના ગામોની મુલાકાત લીધી હતી, જ્યાંથી સૌથી વધુ જાનહાનિ નોંધાઈ હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને બીમાર પડેલા લોકોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા અને પીવાના પાણી અને વીજળીનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..