આવનાર દિવસમાં વધશે ગરમીનું પ્રમાણ, અમદાવાદ માટે યેલો એલર્ટ કરાયું છે જાહેર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-10 16:08:04

માર્ચના મહિનામાં રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ઉનાળાના સમય દરમિયાન વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. માવઠાને કારણે અનેક વખત વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી. ત્યારે આવનાર દિવસોમાં તાપમાનનો પારો વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. આવનાર દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદીઓ માટે એએમસીએ લોકોને સલાહ આપી છે. કામ વગર ઘરની બહાર ન નીકળવું, તેમજ પાણીનો વધારો ઉપયોગ કરવો. 


યેલો એલર્ટ કરાયું જાહેર 

રાજ્યમાં થોડા દિવસો બાદ ગરમીનો પ્રકોપ જોવા મળવાનો છે. તાપમાનનો પારો આવનાર દિવસોમાં વધી શકે છે. ગરમીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જે મુજબ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગરમીનો પારો 41 ડિગ્રી આસપાસ નોંધાયો હતો.10 શહેરોમાં 38 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું હતું. પાટણમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ નોંધાયું હતું.


આવનાર સમયમાં નોંધાઈ શકે છે 44 ડિગ્રી તાપમાન 

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાનો છે. રવિવારે અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાયું હતું, 18 એપ્રિલ બાદ કાળઝાળ ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 44 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો નોંધાવાનો છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવ્યું છે.      


કાળઝાળ ગરમી બાદ આવશે કમોસમી વરસાદ!

જો રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 40.2 ડિગ્રી, વડોદરામાં 40 ડિગ્રી, ભુજમાં 39.4, કેશોદમાં 38.7, રાજકોટમાં 38.6 ડિગ્રી નોંધાયું હતું. આગામી બે દિવસ ગરમીનું જોર વધશે. ગરમી બાદ ફરી એક વખત માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. 11 એપ્રિલથી 3 દિવસ માટે કમોસમી વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 11 એપ્રિલે કચ્છમાં માવઠું આવશ, 12 તારીખે 8 જિલ્લાઓમાં માવઠાની સંભાવના વ્યક્ત કરી છે. ઉપરાંત 13 એપ્રિલે 11 જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...