Gujaratમાં જોવા મળશે ગરમીનો પ્રકોપ! આ તારીખો બાદ વધશે ગરમીનો પારો, જાણો હવામાનને લઈ શું કરાઈ છે આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-16 12:23:04

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી રાજકારણનું તાપમાન ગરમ છે તો બીજી તરફ હવામાનના તાપમાનમાં ઘટાડો આવ્યો છે. રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ઠંડક પ્રસરી હતી અને ગરમીથી રાહત મળી હતી. પરંતુ આ બધા વચ્ચે એવી આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધારે સહન કરવો પડશે... રાજ્યના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે...


માવઠાને કારણે ખેડૂતોને આવે છે રડવાનો વારો 

રાજકારણમાં જેમ રાજનેતા ગમે ત્યારે પક્ષપલટો કરી રહ્યા છે તેવી રીતે ગુજરાતનું હવામાન પણ ગમે ત્યારે બદલાઈ રહ્યું છે. શિયાળામાં પણ કમોસમી વરસાદ આવી રહ્યો છે તો કાળઝાળ ગરમી વચ્ચે પણ માવઠું આવી રહ્યું છે અને જગતના તાતને રડાવી જઈ રહ્યું છે... શિયાળામાં આવેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ ખરાબ થઈ હતી ત્યારે ઉનાળામાં આવતા વરસાદને કારણે કેરીના પાક પર અસર પડી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કમોસમી વરસાદને કારણે આપણને તો ગરમીથી રાહત મળે છે પરંતુ ખેડૂતોની સ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે...


આવનાર દિવસોમાં વધશે ગરમીનું પ્રમાણ

આ બધા વચ્ચે ગુજરાતમાં થોડા દિવસોથી અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.. જ્યારે માવઠાની આગાહી કરવામાં આવી હતી ત્યારે તે વખતે ગરમીની આગાહી પણ સાથે સાથે કરાઈ હતી. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે. તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી જશે...



અંબાલાલ પટેલે ગરમીને લઈ કરી આ આગાહી

તાપમાનનો પારો વધશે તે અંગેની આગાહી હવામાન  નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.  તેમની આગાહી અનુસાર 16 એપ્રિલ બાદ ગુજરાતમાં ગરમીનો કહેર જોવા મળશે. તાપમાનની વાત કરતા તેમણે કહ્યું કે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા તથા આણંદ સહિતના અનેક જિલ્લાઓનું તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે. તે સિવાય 18 એપ્રિલે કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. 



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...