અમદાવાદ હીટ એક્શન પ્લાનના ભાગરૂપે ભીષણ ગરમીમાં મુસાફરોને રાહત આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટે લાલ દરવાજા ટર્મીનસ પ્લેટફોર્મ નં. 7 અને 8 પર ખસના પડદાં લગાવી 'કુલ બસ સ્ટોપ' બનાવવામાં આવ્યું છે. સૂકા ઘાસમાંથી બનેલા ખસના પડદાંનો ઉપયોગ કરીને બનાવેલા આ કુલ બસ સ્ટોપના કારણે બસ સ્ટોપમાં મુસાફરોને રાહત મળે છે.
આ કુલિંગ બસસ્ટોપ એવી જગ્યાએ પસંદ કરવામાં આવ્યું છે કે જ્યા દરરોજ 3,000 થી વધુ મુસાફરોની અવર-જવર રહે છે. અહીં, વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, મજૂરો, તથા અન્ય લોકો આ રૂટ પર મુસાફરી કરે છે. આ પહેલ માટે મુસાફરોએ પ્રશાસનની પ્રસંશા કરી છે.
વધુને વધુ લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરે તે દિશામાં એ.એમ.ટી.એસનું આ મહત્વપૂર્ણ કદમ છે. આગામી સમયમાં શહેરના અન્ય મુખ્ય બસ સ્ટોપ પર પણ આ પ્રકારના કુલિંગ વ્યવસ્થા ઉભી કરવાની વિચારણા છે. આ પહેલ અન્ય માટે પણ પ્રેરણારૂપ છે.