રાજ્યમાં કાતિલ ઠંડીમાં હ્રદય રોગના કેસ વધ્યા, હાર્ટ એટેકના કેસમાં 28%નો વધારો


  • Published By :
  • Published Date : 2023-01-28 16:13:57

રાજ્યમાં એક તરફ લોકો હાંડ થીજાવી દેતી ઠંડીથી લોકો પરેશાન છે ત્યારે હ્રદય રોગના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાકાળ બાદ રાજ્યમાં હાર્ટ એટેકના કેસમાં 28% નો ચિંતાજનક વધારો નોંધાયો છે. રાજ્યમાં ગાત્રો થીજાવી દેતી ઠંડીના કારણે હાર્ટ એટેકના કેસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હોવાનું તબીબોનું માનવું છે. ડોક્ટરો પણ લોકોને કાતિલ ઠંડીમાં સાવધાની રાખવાની સલાહ આપી રહ્યા છે.


ઈમરજન્સી કોલ્સ વધ્યા


રાજ્યની ઈમરજન્સી EMRI 108 એમ્બ્યુલન્સ દ્વારા હેન્ડલ કરાયેલા હેલ્થ ડિસ્ટ્રેસ કૉલ્સ અનુસાર, અમદાવાદમાં ડિસેમ્બર અને જાન્યુઆરીના બે મહિનામાં હાર્ટ સંબંધિત ઇમરજન્સી કેસમાં 38%નો વધારો જોવા મળ્યો છે. સમગ્ર રાજ્યમાં 28% ની વૃધ્ધી નોંધાઈ છે.


અમદાવાદમાં હાર્ટ એટેકના 3,211 કેસ 


શિયાળાની કાતિલ ઠંડીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ સિઝનમાં જ હાર્ટ એટેકના કેસ પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. અમદાવાદમાં જ 1 ડિસેમ્બર, 2021થી 25 જાન્યુઆરી, 2022 સુધીના 2,330 કેસોની તુલનાએ આ શિયાળાની સિઝનમાં 3,211 કેસ નોંધાયા છે. જેમાં 38% નો વધારો નોંધાયો છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં છેલ્લાં 2 મહિનામાં જ હાર્ટ એટેકના કેસમાં 7,973થી 10,207 સુધી એટલે કે 28%નો વધારો નોંધાયો છે. એટલે કે ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન, EMRI 108ને દર આઠ મિનિટે ઈમરજન્સી કોલ મળ્યા હતા.


ડોક્ટરોની સલાહ શું છે?


રાજ્યમાં વધેલા હાર્ટ એટેકના કેસ અંગે ડોક્ટરો પણ લોકોને વધુ સાવધાની રાખવાની સલાહ આપી રહ્યા છે. અચાનક જ આવતા હાર્ટ એટેક કે મૃત્યુનો સામનો ન કરવો પડે તે માટે ડોક્ટરો પણ લોકોને સલાહ આપી રહ્યા છે. અગ્રણી હાર્ટ સર્જનોના જણાવ્યા પ્રમાણે કાતિલ ઠંડીમાં સ્વસ્થ લોકોની ધમનીઓ પણ સંકોચાઈ શકે છે, તેથી લોકોએ વહેલી સવારે ચાલવાની કે અન્ય કસરત ટાળવી જોઈએ. તબીબો સૂર્યોદય બાદ જ કસરત કરવાની ભલામણ કરે છે. જે લોકોને કોરોના થઈ ગયો છે અને જે લોકોની ઉંમર 30 વર્ષથી વધારે છે તે લોકોએ Exercise Treadmill Checkup કરાવવું જોઈએ. આ સાથે જ બ્લડના રિપોર્ટ, બ્લડ પ્રેશરનો રિપોર્ટ અને કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવી લેવો જોઈએ. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?