કાતિલ ઠંડી અને હ્રદય રોગને સીધો સંબંધ છે, જેમ-જેમ ઠંડી વધુ પડે છે તેમ લોકોને હાર્ટ-એટેક પણ વધી ગયા છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન કાતિલ ઠંડીથી હૃદયરોગના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. જાન્યુઆરીના છ દિવસમાં હૃદયરોગની સમસ્યાના એક હજારથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત ઠંડીને કારણે શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.
108ને 1744 કોલ્સ મળ્યા
ગુજરાતમાં 29 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી દરમિયાન ગાત્રો થિજાવી દેતી ઠંડી શરૂ થઈ ગઈ છે. જો કે કાતિલ ઠંડી વધવાની સાથે જ હૃદયની સમસ્યા ધરાવનારાઓની લોકોની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. ઈમરજન્સી સેવા 108 પાસેની મળતી વિગતો મુજબ 28 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી સુધીમાં તેમને હૃદયની સમસ્યા ધરાવતા 1,744 ઈમરજન્સી કોલ્સ આવ્યા હતા.
ડોક્ટરો શું કહે છે?
રાજ્યમાં શિયાળાની ઠંડી વધવાની સાથે જ હ્રદય રોગના કેસ વધતા ડોક્ટરો લોકોને ખાસ તકેદારી રાખવાની સલાહ આપી રહ્યા છે. તબીબોનું કહેવું છે કે શિયાળામાં હૃદયની નળીઓ સાંકડી બની જાય છે, હૃદયના ધબકારા અને બ્લડપ્રેશરમાં વધારો થયા છે.