રાજ્યમાં કોરોનાકાળ બાદ હૃદયરોગના કેસમાં જબરદસ્ત ઉછાળો, સાયલન્ટ હાર્ટ અટેકે ચિંતા વધારી


  • Published By :
  • Published Date : 2023-03-20 13:43:20

ગુજરાત માટે કોરોના કાળ બાદ હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં આ વર્ષે હાર્ટ એટેકના ગત વર્ષ 2022ની તુલનાએ 27 ટકાનો વધારો થયો છે. વર્ષ 2022માં 108 ને રાજ્યમાંથી 4549 કોલ મળ્યા હતા. જ્યારે વર્ષ 2023માં 108ને હૃદયરોગના હુમલા સબંધિત 5787 કોલ મળ્યા છે.


અમદાવાદમાં સૌથી વધુ કેસ


રાજ્યના વિવિધ શહેરોની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં વર્ષ 2022માં 108ને હાર્ટ એટેક સંબંધીત 1341 કોલ  મળ્યા હતા. જ્યારે વર્ષ 2023 માં અત્યાર સુધીમાં જ 1826 કોલ મળ્યા છે. સુરતમાં વર્ષ 2022માં 308 તો વર્ષ 2023માં 386 કોલ મળ્યા છે. રાજકોટમાં વર્ષ 2022માં 289 તો વર્ષ 2023માં 357 કોલ મળ્યા છે. વડોદરામાં વર્ષ 2022માં 228 તો વર્ષ 2023માં 286 કોલ મળ્યા છે. આ રીતે જોઈએ રાજ્યમાં હાર્ટ એટેકના કેસમાં અમદાવાદ શહેર મોખરે છે. 


શિયાળામાં સૌથી વધુ કેસ


રાજ્યમાં હાર્ટ એટેકના કેસમાં શિયાળા દરમિયાન મોટો ઉછાળો જોવા મળે છે. તેમાં પણ ફેબ્રુઆરીમાં વર્ષ 2022 કરતા વર્ષ 2023ના ફેબ્રુઆરી મહિનામાં હૃદયરોગના હુમલા સબંધિત કોલમાં ઉછાળો નોંધાયો છે. વર્ષ 2023માં હૃદયરોગના હુમલા સબંધિત 45.48 ટકા કોલ વધ્યા. વર્ષ 2022 માં ફેબ્રુઆરી મહિનામાં 108ને 4019 કોલ મળ્યા હતા, જયારે વર્ષ 2023ના ફેબ્રુઆરી મહિનામાં 108 ને 5847 કોલ મળ્યા છે.


સાયલન્ટ હાર્ટ અટેકે ચિંતા વધારી


રાજ્યમાં કોરોના કાળમાં જે લોકો સંક્રમિત થયા હતા તેમને હાર્ટ એટેકની શક્યતા સૌથી વધુ છે. જેમનામાં હાર્ટ એટેકના કોઈ લક્ષણો નથી તેઓ પણ તેનો શિકાર બની રહ્યા છે. જો કે તેમાં પણ સાયલન્ટ હાર્ટ એટેકના કારણે ચિંતા વધી છે. સાયલન્ટ હાર્ટ એટેકની સૌથી મોટી બાબત એ છે કે માણસને ખબર પણ નથી કે તેને હાર્ટ એટેક આવ્યો છે. તબીબો સાયલન્ટ હાર્ટ એટેક અંગે સલાહ આપે છે કે જો તમે સાયલન્ટ હાર્ટ એટેકથી બચવા માંગતા હોવ તો હાર્ટ એટેકના કોઈ પણ સંકેતને અવગણશો નહીં. યોગ્ય આહાર અને નિયમિત કસરત, યોગ અને વોકિંગ કરતાં રહો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?