આજે સુરત અને વડોદરામાં હાર્ટએટેકથી બે યુવકના મોત, પરિવાર બન્યો શોકમગ્ન


  • Published By :
  • Published Date : 2023-10-15 18:42:14

રાજ્યમાં હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. લોકો ક્રિકેટ રમતા, ડાન્સ કરતા કે કસરત કરતા -કરતા હ્રદય બંધ થવાથી મોતને ભેટી રહ્યા છે. આજે વડોદરા અને સુરતમાં બે હાર્ટ એટેકની બે ઘટનામાં બે યુવકોના મોત થતા હડકંપ મચી ગયો છે. સુરતના ઇચ્છાપોરમાં એક યુવકનું મોત થયું છે, ઇચ્છાપોરમાં નવરાત્રી માટે માતાજીની મૂર્તિ લેવા ગયેલા 28 વર્ષીય યુવાનનું છાતીમાં દુઃખાવા બાદ મોત થયું છે. આ યુવકને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા છે. મૃતક યુવક અમર કિશોર રાઠોડ હીરા કંપનીમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. મૃતકને પરણિત છે અને સંતાનમાં એક પુત્રી છે. યુવકના મોતના પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે.



વડોદરાના પાદરામાં 45 વર્ષીય શખ્સનું મોત


વડોદરાના પાદરામાં અરિહંત કોમ્પ્લેક્સ વિસ્તારમાં 45 વર્ષીય દીપક ચૌહાણ હાર્ટ એટેક આવતાની સાથે જ ઘટના સ્થળે ઢળી પડ્યા બાદ મોત નિપજ્યું હતું. વડોદરાના પાદરામાં પાતળીયા હનુમાન રોડ ઉપર આવેલ સેન્ડવીચની દુકાનમાં નાસ્તો કરવા ગયેલા 43 વર્ષીય દિપક ઉર્ફે નીરજ રમેશભાઈ ચૌહાણને અચાનક જ ગભરામણ થતાં ઢળી પડ્યો હતો જેને તાત્કાલિક સારવાર માટે પાદરાની સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.યુવક બળિયાદેવ મંદિર વિસ્તારમાં રહતો હતો. આ ઘટનાને પગલે પરિવારજનોમાં અરેરાટી મચી ગઈ છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?