રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. સૌથી મોટી ચિંતાજનક બાબત તો એ છે કે યુવાનો હ્રદય રોગના હુમલાનો ભોગ બની રહ્યા છે. કોરોના કાળ બાદ હાર્ટ એટેકથી મોતની સંખ્યા વધી હોવાનું જાણવા મળી રહ્યું છે. ક્રિકેટ રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે કે જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની ઘટનામાં ભયાનક ઉછાળો આવ્યો છે. ગુજરાતના રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત નિપજ્યું છે.
કારખાનામાં કામ કરતા યુવાનને આવ્યો એટેક
રાજકોટના જેતપુરમાં એક યુવાનનું હાર્ટએટેકથી મોત થયું છે. જેતપુરના જોડિયા હનુમાન મંદિર પાસે 40 વર્ષીય અશોક ચૌધરીને કારખાનામાં કામ કરતી વખતે તેમને એટેક આવ્યો હતો, જેના કારણે તેનું નિધન થયું હતું. હાલ યુવકના મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે. જેતપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.