સુરત અને રાજકોટમાં બે યુવકોનું હાર્ટ એટેકથી મોત, મોતનું કારણ ક્રિકેટ?


  • Published By :
  • Published Date : 2023-02-19 13:52:37

રાજ્યમાં યુવાન વયે હાર્ટ એટેકની ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે. શારીરિક રીતે ફિટ રહેવા માંગતા યુવાનો ક્રિકેટ અને ફુટબોલ જેવી રમતો રમે છે જો કે રાજ્યમાં આજે હ્રદય રોગના હુમલામાં બે યુવાનોનું મોત ક્રિકેટ રમતા-રમતા જ થયું છે. આજે સુરત અને રાજકોટમાં એક-એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થતા મૃતકના પરિવાર પર તો આભ તુટી પડ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે ક્રિકેટ અને ફુટબોલ જેવી રમતો રમતા-રમતા મોત થયાની રાજ્યમાં 20 દિવસમાં આ 6ઠ્ઠી ઘટના બની છે,  5 યુવાનોના ક્રિકેટ રમતા કે રમ્યા પછી મોત થયા છે જ્યારે  રાજકોટમાં એક યુવકનું ફૂટબોલ રમતી વખતે મોત થયું હતું.


સુરતમાં પ્રશાંત ભારોલીયા નામના યુવકનું મૃત્યું


સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જોલી એન્કલેવમાં રહેતો 27 વર્ષીય યુવક પ્રશાંત કાંતિભાઈ ભારોલીયાનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે.પ્રશાંત ભારોલીયા મિત્રો સાથે ક્રિકેટ રમવા માટે ગયો હતો. પરિવારના જણાવ્યા મુજબ, ક્રિકેટ રમીને ઘરે પરત આવ્યા બાદ પ્રશાંતને અચાનક છાતી દુખાવો અને ગભરામણ શરૂ થઈ હતી. જેથી તેણે આ અંગે પરિવારને જાણ કરતા તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે, હોસ્પિટલ ખાતે હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે પ્રશાંત ભારોલીયા કેનેડામાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો અને પરિવારને મળવા માટે કેનેડાથી સુરત આવ્યો હતો. 


રાજકોટમાં જીજ્ઞેશ જિંદગીની મેચ હારી ગયો


રાજકોટના જાણીતા માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં 31 વર્ષીય જીજ્ઞેશ ચૌહાણ મેચ રમતો હતો અને અચાનક હાર્ટ એટેક આવતા ફસડાઈ પડ્યો હતો. ટીમ વતી 30 રનની ઇનિંગ રમ્યા બાદ આઉટ થઈને જીજ્ઞેશ ખુરશી પર બેઠો હતો. ત્યારે જ અચાનક એકસાથે ત્રણ એટેક આવતા તે ખુરશી પરથી ઢળી પડ્યો હતો. મિત્રોએ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો પણ તબીબો તેનો જીવ બચાવી શક્યા નહોતા. જીજ્ઞેશ ચૌહાણને સંતાનમાં બે વર્ષની દીકરી છે. જીજ્ઞેશના મોતથી પરિવારજનો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને હ્રદયદ્રાવક વિલાપ કર્યો હતો. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?