સુરતના કાપોદ્રામાં હાર્ટ એટેકથી 20 વર્ષીય રત્નકલાકારનું મોત, અશોકુમારના ત્રણ મહિના પહેલા જ થયા હતા લગ્ન


  • Published By :
  • Published Date : 2023-09-27 22:46:28

ગુજરાતમાં કોરોના કાળ બાદ હાર્ટ એટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, રાજ્યમાં અવારનવાર હાર્ટ એટેકથી મોતના સમાચારો આવતા જ રહે છે. તેમાં પણ યુવાનો હ્રદય રોગથી મોતોને ભેટી રહ્યા છે તે સૌથી ગંભીર બાબત છે. આજે સુરતના કાપોદ્રા વિસ્તારમાં રત્નકલાકારનું હાર્ટ અટેકથી મોત થયું હતું. કાપોદ્રા વિસ્તારમાં રહેતો 20 વર્ષીય રત્નકલાકાર જમ્યા બાદ આરામ કરતો હતો, એ દરમિયાન તે બેભાન થઈ જતાં તેનું મોત નીપજ્યું હતું. આ મામલે સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે અશોકુમાર નામના આ યુવાનના ત્રણ મહિના પહેલા જ લગ્ન થયા હતાં. 


રાત પાળીની નોકરી કરતો હતો યુવાન


સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસે શ્રીરામનગર સોસાયટીમાં રહેતો અશોકુમાર ગણેશપ્રસાદ કુમાર રત્નકલાકાર તરીકે નોકરી કરીને પરિવારને મદદરૂપ થતો હતો. અશોકુમારનાં ત્રણ મહિના પહેલાં જ લગ્ન થયા હતાં. અશોકુમાર 4 સપ્ટેમ્બરે રાત પાળીની નોકરી પૂર્ણ કરી 25 સપ્ટેમ્બરે સવારે ઘરે આવ્યો અને બપોરના જમીને સૂઈ ગયો હતો. પત્નીએ રાહુલને જગાડતાં જાગ્યો ન હતો અને તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસ તપાસમાં અશોકકુમારનું હૃદય હુમલાનો કારણે મોત થયું હોવાની શક્યતા ડોક્ટરે વ્યક્ત કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે.



તાજેતરમાં જ બે યુવાનના થયા હતા મોત


હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ દિન પ્રતિ દિન વધી રહી છે. જેમ કે તાજેતરમાં જ અમદાવાદ શહેરના ખાનપુર વિસ્તારમાં રહેતા આશરે 29 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું હતું. હર્ષ સંઘવી નામના યુવક રાજસ્થાન તીર્થ યાત્રાથી પરત ફરી રહ્યો હતો ત્યારે બસમાં જ અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. હર્ષ સંઘવી પોતાના પરિવાર સાથે યાત્રા કરવા ગયા હતા. તે જ પ્રકારે જામનગરમાં હાર્ટ અટેકથી 19 વર્ષીય યુવકનું મોત થયું છે. મળતી જાણકારી અનુસાર, જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન 19 વર્ષીય વિનિત કુંવરીયાનું હાર્ટ અટેકથી મોત થયું હતું. પટેલ પાર્ક વિસ્તારના ગરબા ક્લાસમાં આ ઘટના બની હતી. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પટેલ પાર્ક વિસ્તારમાં રહેતા વિનીત કુંવરિયા નામના યુવકને ગરબાની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ અટેક આવતા તેનું મોત થયું હતું. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવાનન મોતને પગલે તેના પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. જૂનાગઢમાં દાંડીયારાસની પ્રેક્ટિસ દરમિયાન યુવાનનું મોત થયું હતું. મૃતકના પરિજન દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર નવરાત્રિની પ્રેક્ટિસ દરમિયાન યુવાન જમીન પર ઢળી પડ્યો હતો. જે બાદ ચિરાગ પરમાર નામના 24 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું હતું. જમીન પર ઢળી પડતાં યુવાનને હોસ્પિટલો ખસેડાયો હતો. જો કે, હોસ્પિટલમાં હાજર ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો.




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...